મુંબઈ ઈન્ડિયન્સે યુવરાજને આપ્યો મોટો ઝટકો

PC: dnaindia.com

IPL-2020ના ઑક્શન પહેલા દરેક 8 ટીમોએ પોતાના રિટેન અને રીલિઝ ખેલાડીઓની લિસ્ટ બહાર પાડી દીધી છે. આ દરેક ટીમોએ ઘણાં ખેલાડીઓને રીલિઝ કર્યા છે. પણ તેમાં સૌથી મોટું નામ યુવરાજ સિંહનું છે. યુવરાજ સિંહને પાછલી IPLમાં મુંબઈ ઈન્ડિયન્સે 1 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો. જોકે, યુવરાજને માત્ર 4 મેચોમાં જ તક આપવામાં આવી હતી. જેમાં તેણે કુલ 98 રન બનાવ્યા હતાં. તેનો બેસ્ટ સ્કોર 53 રન હતો.

ભારત માટે 2007ના T-20 વર્લ્ડ કપનો અને 2011 ક્રિક્રેટ વર્લ્ડ કપમાં જીતનો હીરો રહેલા યુવરાજ સિંહે 10 જૂને આંતરરાષ્ટ્રીય ક્રિક્રેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. યુવીએ ભારત માટે 40 ટેસ્ટ, 304 વનડે અને 58 T-20 મેચો રમી હતી. ટેસ્ટમાં યુવીએ 3 સદી અને 11 હાફ સેન્ચ્યુરીની મદદથી 1900 રન બનાવ્યા છે. તો વનડેમાં તેણે 14 સદી અને 52 હાફ સેન્ચ્યુરીની મદદથી 8701 રન બનાવ્યા છે. તેવી જ રીતે ટી-20 મેચોમાં યુવીના કુલ 1177 રન છે.

મુંબઈ ઈન્ડિયન્સે 12 ખેલાડીઓને રીલિઝ અને 18 ખેલાડીઓને રીટેન કર્યા છે. રીલિઝ કરવામાં આવેલા ખેલાડીઓના ભાવિનો નિર્ણય ઑક્શનમાં લેવાશે.

રિટેન ખેલાડીઃ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, કૃણાલ પંડ્યા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રાહુલ ચહર, અનમોલપ્રીત સિંહ, જયંત યાદવ, આદિત્ય તારે, અનૂકુલ રૉય, ધવલ કુલકર્ણી, ક્વિંટન ડી કૉક, કેન પોલાર્ડ, સ્ટેફાને રદરફોર્ડ, લસિથ મલિંગા, મિશેલ મેક્લેનઘન, ટ્રેંટ બોલ્ટ

રીલિઝ ખેલાડીઃ  એવિન લુઈસ, એડમ મિલને, જેસન ડ્રોફ, બેન કટિંગ, યુવરાજ સિંહ, મયંક મારકંડે, બરિંદર સરણ, રાસિક સલામ, પંકજ જસવાલ, સિદ્ધેશ લાડ અને અલ્જારી જોસેફ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp