IPL ટીમોની માંગઃ UAEમા 3 દિવસ ક્વોરેન્ટાઇન અને પરિવાર સાથે ડીનર

PC: thequint.com

IPLની ટીમો UAEમાં 6 દિવસના સ્થાને 3 દિવસ ક્વોરેન્ટાઇન ઈચ્છે છે અને પૂર્વ સૂચનાની સાથે ટીમ અને પરિવાર સાથે ડીનરના આયોજન માટે તેમણે BCCIની પરવાનગી પણ માગી છે. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે, તેની સાથે જ ટીમોએ હોટલમાં બહારથી સંપર્ક રહિત ભોજન ડિલીવરીની પરવાનગી માગી છે. જેના પર ટીમના માલિકો અને લીગના સંચાલકો સાથેની બેઠકમાં વાત થશે. BCCIની હાલની SOP અનુસાર, ખેલાડીઓ અને તેમના સ્ટાફની દુબઈમાં ક્વોરેન્ટાઈન દરમિયાન પહેલા, ત્રીજા અને છઠ્ઠા દિવસે તપાસ કરવામાં આવશે. ત્યાર પછી જ તેમને પ્રેક્ટિસની પરવાનગી આપવામાં આવશે, ત્યાર પછી પણ 53 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં દર પાંચમા દિવસે તેમનો ટેસ્ટ થશે.

બોર્ડના અધિકારીએ કહ્યું કે, મોટાભાગના ખેલાડીઓએ 6 મહિનાથી ક્રિકેટ રમી નથી માટે તેઓ વધારે પ્રેક્ટિસ કરવા માગે છે. તેમણે કહ્યું કે, મેડિકલ વિશેષજ્ઞોની સલાહના આધારે શું અમે ક્વોરેન્ટાઇન 6 દિવસના સ્થાને 3 દિવસનું કરી શકીએ છીએ. શું ખેલાડીઓને બાયો બબલમાં પ્રેક્ટિસ કરવાની પરવાનગી આપી શકાય છે. બોર્ડે ટીમોને 20 ઓગસ્ટ પછી UAE જવા માટે કહ્યું છે. ચેન્નઇ સુપર કિંગ્સ સહિત અમુક ટીમો જલદી જવા માગે છે.

તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, શું ટીમોને 20ની જગ્યાએ 15 ઓગસ્ટ પછી જવાની પરવાનગી મળી શકે છે જેથી તેમને પ્રેક્ટિસ અને તૈયારી કરવા માટે યોગ્ય સમય મળી શકે. BCCI SOP અનુસાર, ખેલાડીઓ અને તેમના ટીમ માલિકોનો પરિવાર ટૂર્નામેન્ટ દરમિયાન જૈવ સુરક્ષિત વાતાવરણમાં જ રહેશે. ટીમો ઈચ્છે છે કે બોર્ડ તેની સમીક્ષા કરે. તેમણે કહ્યું કે, હાલમાં જે નિયમ છે તેના અનુસાર તેઓ ટીમ સાથે સંપર્ક નહીં કરી શકે જ્યાં સુધી બબલનો ભાગ ન હોય, ટીમ માલિક 3 મહિના સુધી બબલમાં રહી શકે નહીં.

માટે ચિકિત્સા સલાહના આધારે માલિકો અને પરિવારની સાથે વિશેષ પ્રોટોકોલ બનાવી શકાય છે. UAEમાં આઈસોલેશન દરમિયાન ખેલાડીઓને ચીમના બીજા સભ્યો સાથે પણ વાત કરવાની પરવાનગી રહેશે નહીં. તેઓ 3 કોવિડ ટેસ્ટ થયા પછી જ આવું કરી શકશે. ટીમો એ પણ જાણવા માગે છે કે શું ખેલાડીઓ પોતાની ટીમો પ્રત્યે વ્યાવસાયિક દાયિત્વોનું પણ નિર્વાહ કરી શકશે, જેના માટે તેમણે શૂટિંગ અને લોકોને મળવું પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp