સ્વદેશ પહોંચીને પણ ભારત વિશે વિચારી રહ્યો છે પીટરસન, હિંદીમાં કર્યું ભાવુક ટ્વીટ

PC: cricketaddictor.com

બાયો બબલમાં કોવિડ-19ના ઘણા કેસો આવવાને કારણે લગભગ એક મહિનાથી ચાલી રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગને ગયા અઠવાડિયે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. યાત્રા પ્રતિબંધોને કારણે વિદેશી ખિલાડીઓને સ્વદેશ મોકલવાની વ્યવસ્થા ભારતીય ક્રિકેટ બોર્ડે કરી હતી. બધા ખિલાડીઓ, કોચિંગ સ્ટાફ અને કોમેન્ટેટર્સને સુરક્ષિત રીતે તેમના દેશ પહોંચાડવામાં આવ્યા હતા. તેવામાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને હાલના કોમેન્ટેટર કેવિન પીટરસન સ્વદેશ પહોંચ્યા પછી પણ ભારત માટે ચિંતિત જોવા મળ્યો હતો.

સનરાઈઝર્સ હૈદરાબાદના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સહા અને દિલ્હી કેપિટલ્સના સ્પિનર અમિત મિશ્રા કોવિડ પોઝિટિવ મળી આવ્યા પછી ગયા અઠવાડિયે ખિલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને IPLને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. તેના પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સના કેટલાક ખેલાડીઓ અને સપોર્ટીંગ સ્ટાફ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. IPLમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિત અનેક દેશોના ખિલાડીઓ ભાગ લે છે. તેની સાથે કોચિંગ સ્ટાફ અને કોમેન્ટ્રી પેનલમાં પણ ઘણા વિદેશી ખિલાડીઓ સામેલ છે, જેમને સુરક્ષિત રીતે પોતાના દેશ પાછા મોકલવામાં આવ્યા હતા.

કેવિન પીટરસન ભારતને છોડતા ઘણો ઈમોશનલ થઈ ગયો હતો. તેણે ટ્વીટ કર્યું હતું કે, ભારતને ઝઝૂમતા જોઈને દિલ તૂટી જાય છે કારણ કે હું આ દેશને ઘણો પ્રેમ કરું છું. ભારત અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને તે આમાંથી પણ બહાર નીકળી આવશે. તમે મજબૂતી સાથે વાપસી કરશો. તમારો પ્રેમ અને દુલાર આ સંકટ દરમિયાન પણ વ્યર્થ નહીં જાય. હવે ઈંગ્લેન્ડ પહોંચીને તેને ભારતની ચિંતા થઈ રહી છે. તેણે ગઈકાલે ફરીથી એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેણે લખ્યું છે- મેં ભારત છોડી દીધું છે પરંતુ, હું હજુ પણ આ દેશ અંગે વિચારી રહ્યો છું, જેણે મને ઘણો પ્રેમ અને સ્નેહ આપ્યો છે. મહેરબાની કરીને લોકો સુરક્ષિત રહે. આ સમય પણ વીતી જશે પરંતુ, તમારે સાવધાન રહેવું પડશે.

જણાવી દઈએ કે, પીટરસન ઈચ્છતો હતો કે ઈન્ડિયન પ્રીમિયર લીગની આ વર્ષની સ્થગિત મેચોનું આયોજન યુએઈની જગ્યાએ સપ્ટેમ્બર મહિનામાં ઈંગ્લેન્ડમાં કરવામાં આવે. પીટરસનનું માનવું છે કે, IPLને બ્રિટનમાં લાવવાનો નિર્ણય એકદમ યોગ્ય છે કારણ કે ભારતીય ટીમની ઈંગ્લેન્ડના પ્રવાસમાં પાંચ ટેસ્ટ મેચની સીરિઝ 14 સપ્ટેમબરના રોજ ખતમ થશે અને તે પછી IPL ગોઠવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp