ડેવિડ મિલરનો ખતરનાક કેચ જોઈ વિરાટના ઉડ્યા હોશ!, જુઓ વીડિયો

PC: roadtosports.com

ભારત અને સાઉથ આફ્રીકાની બીજી T-20માં ભારતે આફ્રીકાને 7 વિકેટથી હરાવી દીધું હતું. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ હાફ-સેન્ચ્યુરી મારીને ભારત માટે જીતને સરળ બનાવી દીધી હતી. સાથે જ તે T-20 માં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી પણ બની ગયો હતો. ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

જીતવા માટે 150 રનના ટાર્ગેટને ભારતે 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. કોહલીએ 50 બોલમાં અણનમ 72 રન બનાવેલા. તો શિખર ધવને 40 રનની ઈનિંગ રમી હતી. પણ મેચમાં એવું જોવા મળ્યું કે તેને જોઈ દરેકના હોશ ઉડી ગયેલા, એમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ બાકાત રહ્યો નહી. તે ઘટના હતી ડેવિડ મિલરનો ખતરનાક કેચ!

શિખર ધવન જેવો આઉટ થયો તો કોહલી ચોંકી ગયો હતો. કોહલીનું રિએક્શન ટ્વીટર પણ વાયરલ બન્યું છે. તબરેજ શમસીની બોલ પર શિખર ધવને મોટો શોટ રમ્યો. દરેકને લાગી રહ્યું હતું કે ચાર રન મળશે, પણ એવામાં જ ડેવિડ મિલરે ધવનનો કેચ પકડી લીધો. હવામાં ઉડીને જે રીતે મિલરે કેચ પકડ્યો તે જોઈને વિરાટના પણ હોશ ઉડી ગયા હતા. જુઓ વીડિયો..

શિખર ધવન જેવો આઉટ થયો તો કોહલી ચોંકી ગયો હતો. કોહલીનું રિએક્શન ટ્વીટર પણ વાયરલ બન્યું છે.

આ મેચમાં કોહલીએ રેકોર્ડ બનાવ્યો. કોહલી રોહિત શર્માને પછાડી સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બની ગયો હતો. કોહલીએ 71 મેચોમાં 2441 રન બનાવ્યા છે. ત્યાર પછી રોહિતે 97 મેચોમાં 2434 રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp