ગૌતમ ગંભીર ગૂમ થયા છેના દિલ્હીમાં લાગ્યા પોસ્ટર

PC: jagranimages.com

પૂર્વ દિલ્હી BJPના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરના ઇન્દોરમાં જલેબી ખાવાથી શરૂ થયેલો વિવાદ અટક્યો નથી. દિલ્હીના આઈટીઓ વિસ્તારમાં ગંભીરના ગાયબ થવાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ઝાડ પર લગાવવામાં આવેલા પોસ્ટરમાં લખ્યું છે, તમે આમને જોયા છે? છેલ્લી વખત જ્યારે તે ઈન્દોરમાં જલેબી ખાતાં જોવા મળ્યા હતા. પૂર્વી દિલ્હી તેમને શોધી રહી છે.

ગૌતમ ગંભીરના પોસ્ટરોને ઝાડ ઉપર કોણે લગાવ્યા છે તે અંગે પોસ્ટરમાં કંઈ લખ્યું નથી. માનવામાં આવે છે કે તે શનિવારે રાત્રે ચોંટાડવામાં આવ્યા છે. આ પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જલેબી અને ગૌતમ ગંભીરના ફોટોગ્રાફ્સ સાથે પ્રદર્શન કર્યું હતું. શનિવારે BJP કાર્યાલયની બહાર હાથમાં જલેબી પ્લેટ અને ગંભીરનો ફોટો લઈને ઘણા AAP કાર્યકર્તાઓ પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે આ જલેબી વિરોધ પ્રદર્શન કરી રહેલા BJPના કાર્યકર્તાઓ માટે છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં પ્રદૂષણ અંગેની સંસદીય સમિતિની બેઠકમાં સામેલ થવાને બદલે ગંભીર ઈંદોરમાં જલેબી ખાઇ રહ્યા હતા.

AAP કાર્યકરોએ કહ્યું હતું કે વિરોધ કરવાને બદલે BJPના કાર્યકરોએ તેમના સાંસદને બોલાવવા જોઈએ. જ્યારે પોલીસની AAP કાર્યકરો પર નજર પડી ત્યારે તેઓ વિરોધ સ્થળથી દૂર હતા, જેથી કોઇ તણાવ ન વધે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp