કેપ્ટન કુલે 128 દિવસ બાદ કર્યું કમબેક, શરૂ કરી દીધી છે નેટ પ્રેક્ટિસ, જુઓ વીડિયો

PC: wahcricket.com

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોનીએ એક લાંબા બ્રેક બાદ ફરી ફિલ્ડ પર પોતાની બેટિંગ અને વિકેટ કિપિંગ પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. ઈગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલી ભારતની સેમિફાઈનલ મેચમાં ધબકડું થયા બાદ તે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો છે એવી એક અફવા હતી. પણ હવે તેને નેટપ્રેક્ટિસ કરતા જોઈને તેમના ચાહકોમાં એક ખુશીની લહેર પ્રસરી ગઈ છે. તા. 10 જુલાઈ 2019ના રોજ ઘોનીએ અંતિમ મેચ રમી હતી અને બેટિંગ કર્યું હતું. ત્યાર બાદ અનેક આંતરરાષ્ટ્રીય મેચથી તે દૂર રહ્યો હતો.

શુક્રવારે તા.15 નવેમ્બરે ધોનીએ પોતાના હોમ ગ્રાઉન્ટ ઝારખંડ ક્રિકેટ એસો.ના સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. આ પહેલા ધોનીએ લોન ટેનિસ ટુર્નામેન્ટમાં હાથ અજમાવ્યો હતો અને ખિતાબ પણ જીત્યો હતો. પોતે પ્રેક્ટિસ સેશનથી શરુઆત કરી રહ્યો છે એવો એક વિડીયો તેણે પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. ધોની ફેન ઓફિશ્યલ નામના આ પેજ પર આ વીડિયો જોઈ શકાય છે. એક લાંબા સમય બાદ તેણે પોતાની નેટપ્રેક્ટિસ શરુ કરી દીધી છે. લોન ટેનિસમાં તેણે પોતાના પાર્ટનર સુમિત કુમાર સાથે મેચ રમી હતી. ધોનીએ સતત બીજી વખત કંટ્ર ક્લબ ટેનિસ ટુર્નામેન્ટમાં ડબલ્સમાં ખિતાબ જીત્યો છે.

ધોની અને સુમિતની જોડીએ મેચમાં સંતોષસિંહ અને કંચનસિંહની જોડીને 2-0થી પરાજય આપ્યો હતો. રાંચીમાં રમાયેલી આ મેચમાં ધોની અને સુમિતે પોતાનું બેસ્ટ પર્ફોમન્સ બતાવ્યું હતું. જોકે, તે ક્રિકેટના ક્યા ફોર્મેટથી કમબેક કરશે એ નક્કી થયું નથી. પણ ચાહકો લાંબા સમયથી તેને રમતો જોવા માટે રાહ જોઈ રહ્યા છે. હાલમાં ભારત-બાંગ્લાદેશની ટેસ્ટ ક્રિકેટ મેચ ચાલી રહી છે. જ્યારે કેપ્ટન કુલ કંઈક નવું કરવા માટે સતત પ્રયત્નશીલ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp