આ પૂર્વ ભારતીય ખેલાડીએ રોહિત અને તિવારીને કહ્યાં- વડાપાંવ અને સમોસા

PC: circleofcricket.com

IPL 2020ની 13મી સીઝન હિટ સાબિત થઇ છે. દરેક મેચો છેલ્લી ઓવર સુધી રોમાંચક બની રહી છે. દરેક ગેમ પછી ઘણાં પૂર્વ ક્રિકેટરો હવે તેમનું વિશ્લેષણ આપે છે. જેમાં આ વખતે એક પૂર્વ ભારતીય ખેલાડીએ IPL 2020 માં મુંબઈ ઈન્ડિયન્સ-ચેન્નઈ સુપરકિંગ્સના મેચ બાદ પોતાના શૉમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને સૌરભ તિવારીની ફિટનેસ પર મજાક ઉડાવ્યો હતો. તેણે રોહિત શર્માને વડાપાંવ અને તિવારીને સમોસા પાંવ કહ્યા હતા.

આ પૂર્વ ભારતીય ખેલાડીએ કહ્યું કે, રોહિત ન રમે તો શું થઈ ગયું વડાપાંવની જગ્યા સમોસા પાંવે લઈ લીધી છે. તિવારીને સમોસા પાંવ કહ્યો જ્યારે રોહિતને વડપાંવ કહ્યો છે. જોકે, લોકડાઉન બાદ અનેક એવા ખેલાડીઓના શરીર વધી ગયા છે. સૌરભ તિવારીને સહેવાગે કહ્યું કે, તે રોહિતના સ્થાને છેલ્લા બે મેચથી રમી રહ્યો છે. જ્યારે રોહિત શર્મા પોતાની ઈજાને કારણે પરેશાન છે. કિરોન પોલાર્ડે ચેન્નઈ અને રાજસ્થાન વચ્ચેના મેચમાં કેપ્ટનશીપ અદા કરી હતી.

વિરેન્દર સહેવાગ સોશિયલ મીડિયા પર પોતાના શૉને કારણે અનેક વખત ચર્ચામાં રહ્યા છે. એના દરેક વિશ્લેષણમાં મજાકનો ટચ હોય છે. દર્શકોને પણ સહેવાગનો આ મૂડ ખૂબ પસંદ આવ્યો છે. દર વખતે સહેવાગ પોતાના એક અલગ ડાયલોગથી શરૂઆત કરે છે જે દર્શકોને જોવું સાંભળવું ખૂબ ગમે છે. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા વગર રાજસ્થાન રોયલ્સ સામેની મેચ જીતી લીધી હતી. જ્યારે દસ વિકેટથી ચેન્નઈ સુપરકિંગ્સને પણ માત આપી હતી. ત્યાર બાદ રાજસ્થાન રોયલ્સ સામે કિરોન પોલાર્ડની કેપ્ટનશીપનો કોઈ ખાસ જાદું ચાલ્યો નહીં. મુંબઈએ રનનો મોટો સ્કોર બનાવ્યો છતાં એક કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

જોકે, અત્યારે મુંબઈની ટીમ એક મેચ જીત્યા બાદ પ્લેઓફમાં પહોંચી જશે. પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ અત્યારે ટોપ પર રહી છે. રોહિત શર્મા અને સૌરભ તિવારીનું ભારી શરીર જોઈને સહેવાગે આ કોમેન્ટ કરી હતી. વીરૂનો આ સ્વભાવ સોશિયલ મીડિયા પર અનેક ક્રિકેટ ચાહકોને પસંદ પડ્યો છે. રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવી દીધી હતી. જે મેચમાં બેન સ્ટોક્સે 107 રન બનાવ્યા હતા અને સંજુ સેમસને એનો સાથ આપ્યો હતો. તેણે પણ કુલ 54 રન સાથે પોતાની હાફ સેન્ચુરી પૂરી કરી હતી. જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સ પરાસ્ત થઈ ગઈ હતી. આ પહેલા પણ વીરૂએ ટીમ ચેન્નઈને બુઝુર્ગ કલ્યાણ યોજના ટીમ એવું નામ આપ્યું હતું. આ વખતેની સીઝનમાં ચેન્નઈનું પર્ફોમન્સ કંગાળ સાબિત થયું છે. એવું પણ કહ્યું હતું કે, જો મુંબઈ સામેનો મેચ ચેન્નઈ હારી જશે તો પહેલી વખત એવું બનશે કે, ધોનીની ટીમ પ્લેઓફમ સુધી નહીં પહોંચે.આ ઉપરાંત સહેવાગે ધોનીની ટીમને કેટલીક ટેકનિકલ સલાહ પણ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp