રોહિત શર્મામાં પાકિસ્તાનીઓને દેખાયો અભિનંદન, ટ્વીટર પર પાકિસ્તાનની ઉડી મજાક

PC: dainikbhaskar.com

વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચમા ભારતીય ટીમના ઓપનર રોહિત શર્માએ 140 રનની ઇનિંગ રમી હતી. આ તેમના કેરિયરની 24મી સદી છે. આ દરમિયાન રોહિતે 14 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા હતા. રોહિતે ફેન્સને ઝૂમવાં પર મજબૂર કરી દીધાં હતા. સોશિયલ મીડિયા પર રોહિત શર્મા ટ્રેન્ડ કરવા લાગ્યું હતું અને હજારો યુઝર્સે કોમેન્ટસ કરીને પાકિસ્તાની ટીમનો મજાક ઉડાવ્યો હતો. કેટલાક યુઝર્સે રોહિત શર્માના ચહેરા પર ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન જેવી મૂછો લગાવીને લખ્યું કે, પાકિસ્તાની ખેલાડીઓને રોહિતમાં પણ અભિનંદન દેખાઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે બાલાકોટમાં થયેલી એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને પણ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી હતી જેના જવાબ આપતાં અભિનંદને પાકિસ્તાનના વિમાનોને ભગાડ્યા હતા અને આ જ કોશીશમાં તેઓ પાકિસ્તાનમાં પકડાઇ ગયા હતા જેમને 3 દિવસ બાદ પાકિસ્તાને છોડી દેવા પડ્યા હતા.

सरफराज की उबासी-विराट का वर्कआउट, PAK की à¤⊃1;ार का ऐसे उड़ रà¤⊃1;ा मजाक

सरफराज की उबासी-विराट का वर्कआउट, PAK की à¤⊃1;ार का ऐसे उड़ रà¤⊃1;ा मजाक

રોહિત શર્માએ પોતાના 100 રન 85 બોલમાં પૂરાં કર્યા હતા જેમાં 9 ચોગ્ગા અને 3 તોતીંગ છગ્ગાઓનો સમાવેશ થાય છે. રોહિત શર્માએ લોકેશ રાહુલની સાથે મળીને પહેલી વિકેટ માટે 136 રન જોડ્યા હતો તો બીજી વિકેટ માટે પણ કેપ્ટન વિરાટ કોહલી સાથે 98 રનની મોટી ભાગીદારી કરી હતી. ખાસ વાત એ રહી કે આ દરમિયાન પાકિસ્તાની ફિલ્ડરોની ભુલના લીધે રોહિત શર્મા બચી પણ ગયા હતા જ્યારે તે માત્ર 32 રન પર રમી રહ્યો હતો. રોહિત શર્મા છેવટે 38.2 ઓવરમાં 140 રન બનાવીને આઉટ થયો હતો.

सरफराज की उबासी-विराट का वर्कआउट, PAK की à¤⊃1;ार का ऐसे उड़ रà¤⊃1;ा मजाक

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp