ઋતુરાજ ગાયકવાડે જણાવ્યું 7 સિક્સ મારવાને લઇને તેના મનમાં શું ચાલી રહ્યું હતું

PC: twitter.com/BCCIdomestic

ક્રિકેટના મેદાન પર ક્યારે શું થઇ જાય, તેની કલ્પના કદાચ જ કોઇ કરી શકે છે, પછી તે બેટ્સમેન હોય કે પછી બોલર. વિજય હજારે ટ્રોફી 2022ની બીજી ક્વાર્ટર ફાઇનલ મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જે કંઇ થયું તે ઇતિહાસ બની ગયું અને આ ઇતિહાસ મહારાષ્ટ્રના ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે ઉત્તર પ્રદેશ વિરુદ્ધ નોટઆઉટ 220 રનની ઇનિંગ રમતા રચ્યો. ઋતુરાજ ગાયકવાડે ઉત્તર પ્રદેશ વિરુદ્ધ નોટઆઉટ 220 રનની ઇનિંગ રમીને ઈતિહાસ રચ્યો.

ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સ લગાવવાનો અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો અને તેની આ મહત્ત્વની ઇનિંગ બાદ તેણે એક અખબાર સાથે ખાસ વાતચીત કરી હતી. ઋતુરાજ તે જે પ્રકારની ઇનિંગ રમી ત્યારબાદ તને કેવું લાગી રહ્યું છે? આ સવાલના જવાબમાં ઋતુરાજે કહ્યું કે, મને આ ઇનિંગને રમ્યા બાદ ખૂબ સારું લાગી રહ્યું છે. સૌથી પહેલા અમે આ મેચ જીતી અને સેમીફાઇનલમાં પહોંચ્યા અને વ્યક્તિગત રૂપે લિસ્ટ-Aમાં મેં પહેલી વખત ડબલ સદી લગાવી છે તો તેની ખૂબ ખુશી છે.

49મી ઓવર જ્યારે શરૂ થઇ, ત્યારે તું 165 રન બનાવીને રમી રહ્યો હતો, ત્યારે તારા મનમાં શું ચાલી રહ્યું હતું કેમ કે, તે ઓવર પૂરી થઇ અને સીધો તું 207ના સ્કોર પર પહોંચી ગયો હતો. આખરે બૉલ ટૂ બૉલ તરા મનમાં શું ચાલી રહ્યું હતું અને તને ક્યારે લાગ્યું કે તું 6 સિક્સ લગાવી શકશે? આ સવાલના જવાબમાં ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે, 49મી ઓવર સ્પિનર નાંખી રહ્યો હતો અને બાઉન્ડ્રી શોર્ટ હતી તો મેં વિચાર્યું કે આ ઓવરમાં હું આગળ જઇ શકું છું. ચોથા બૉલ બાદ જે પાંચમો બૉલ નાંખ્યો તે નો-બૉલ હતો તો મેં વિચાર્યું કે ત્યારબાદ ફ્રી હિટ પર સિક્સ મારી શકું છું અને ત્યારબાદ મેં વિચાર્યું કે 6 બૉલમાં 6 સિક્સ હોય શકે છે.

સાતમા સિક્સ બાબતે તે ક્યારે વિચાર્યું અને શું તને લાગી રહ્યું હતું કે તું સાતમો સિક્સ પણ લગાવી શકે છે. એ સમયે તારા મનમાં શું ચાલી રહ્યું હતું? આ સવાલના જવાબમાં તેણે કહ્યું કે, એ તો ચેરી ઓન ધ કેક હતો અને જ્યારે 6 સિક્સ થઇ ગયા હતા તો સાતમા સિક્સ માટે જવાનું જ હતું અને પછી હું સફળ રહ્યો. આ તારી ડ્રીમ ઇનિંગ હતી અને તેં ક્યારેય વિચાર્યું હતું કે તું ડબલ સદી મારશે, પરંતુ એક ઓવરમાં 6 કે 7 સિક્સ લગાવવાનું વિચાર્યુ હતું? આ સવાલના જવાબમાં તેણે કહ્યું કે, નહીં.. નહીં.. એક ઓવરમાં 6 કે 7 સિક્સ લગાવવવા બાબતે મેં ક્યારેય વિચાર્યું નહોતું. હાં, ડબલ સદી મારીશ તેની બાબતે વિચાર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp