સચિને જણાવ્યું પાકિસ્તાનની હારનું કારણ

PC: twitter.com/cricketworldcup

રવિવારે ICC ક્રિકેટ વર્લ્ડ કપના મહામુકાબલામાં ભારતે પાકિસ્તાની ટીમને રગદોળી નાખી હતી. ભારતે ડકવર્થ લુઇસ નિયમના આધારે પાકિસ્તાનને 89 રને હરાવી દીધું હતું. પાકિસ્તાનની હાર બાદ હવે પાકિસ્તાની ક્રિકેટ મેનેજમેન્ટે વિચાર-વિમર્શ કરવાનું ચાલુ કરી દીધું હશે, પરંતુ આ બાજુ ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંદુલકરે પાકિસ્તાનની હારનું કારણ જણાવ્યું હતું.

સચિન તેંદુલકરનું માનવું છે કે, પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહમદ ભારત વિરુદ્ધ વર્લ્ડ કપ મુકાબલામાં કન્ફ્યૂઝ હતો અને તેની ટીમ પાસે કોઇ પ્લાન નહોતો. મેચ બાદ એક ઇન્ટવ્યૂમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે કહ્યું હતું કે, મને લાગે છે કે, સરફરાઝ કન્ફ્યૂઝ હતો, કારણ કે જ્યારે વહાબ રિયાઝ બોલિંગ કરી રહ્યો હતો, ત્યારે તેણે શોર્ટ મીડવિકેટ લગાવ્યો હતો. ત્યાર બાદ જ્યારે શાદાબ ખાન આવ્યો ત્યારે તેણે સ્લિપમાં એક ફિલ્ડર લગાવ્યો.

સચિને કહ્યું હતું કે, આવી પરિસ્થિતિમાં લેગ સ્પિનર માટે બોલ પર પકડ બનાવવી મુશ્કેલ થઇ જાય છે. ખાસ કરીને જ્યારે યોગ્ય લેન્થ અને લાઇન ન હોય. આ મોટી મેચમાં રમવાની યોગ્ય પદ્ધતિ નથી હોતી. સરફરાઝ પાસે વિચારધારાનો તદ્દન અભાવ જોવા મળ્યો હતો. પાકિસ્તાનનો કોઇ બોલર પરિસ્થિતિનો ફાયદો નહોતો ઉઠાવી શક્યો અને તેમને ક્યારેય એવું પણ નહોતું લાગ્યું કે, ભારતની વિકેટ  તેમની રણનીતિને કારણે પડી હોય. બોલને જો મૂવમેન્ટ ન મળી રહી હોય તો તમે ઓવર ધ વિકેટ બોલિંગ ચાલુ ન રાખી શકો. વહાબે વિકેટની આજુબાજુ બોલ નાખવાની કોશિશ કરી, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp