ટીમ ઇન્ડિયામાં ચાન્સ ન મળતા સંજુ સેમસને એવું ટ્વીટ કર્યું કે બધા ચકરાવે ચઢ્યા

PC: thesportsrush.com

BCCIની પસંદગી સમિતિએ 12 જાન્યુઆરીએ મોડી રાતે ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય T20 ટીમની જાહેરાત કરી હતી. શ્રીલંકા વિરુદ્ધ સીરિઝમાં આરામ પર ગયેલા રોહિત શર્માની ટીમમાં વાપસી થઈ છે, પરંતુ પુણેમાં રમાયેલી છેલ્લી T20 મેચના અંતિમ-11નો હિસ્સો રહેલા સંજૂ સેમસનને જગ્યા નથી મળી. 

ટીમમાંથી બહાર થયા બાદ સંજૂ સેમસને કંઈક એવું ટ્વીટ કરી દીધું છે, જેને લઈને ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. સંજૂ સેમસને પોતાના ટ્વીટર અકાઉન્ટ પર કોમા (,) લખીને ટ્વીટ કર્યું છે. ક્રિકેટ ફેન્સ તેના ઘણા અર્થ કાઢી રહ્યા છે. ઘણા યુઝર્સ તેને ટીમ સિલેક્શન સાથે જોડી રહ્યા છે, તો કેટલાક લોકો તેને લઈને BCCI પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.

જણાવી દઈએ કે, ઘરેલૂં ક્રિકેટમાં ધમાકેદાર પ્રદર્શન કર્યા બાદ રાષ્ટ્રીય ટીમમાં પસંદ કરાયેલા સંજૂ સેમસને મોટાભાગનો સમય બેન્ચ પર જ બેસવું પડ્યું. વિકેટકીપર તરીકે રમતા રિષભ પંતનું પ્રદર્શન હાલના સમયમાં ખૂબ જ ખરાબ રહ્યું છે, તેમ છતા તેને સતત ટીમમાં રમાડવામાં આવ્યો. તેને લઈને સોશિયલ મીડિયા પર ઘણીવાર ફેન્સે રિષભ પંતની જગ્યાએ સંજૂ સેમસનને રમાડવાની માંગ કરી હતી.

આખરે, શ્રીલંકા વિરુદ્ધ T20 સીરિઝની ત્રીજી મેચમાં તેને તક મળી. સેમસનને નેશનલ ટીમમાં તક લગભગ પાંચ વર્ષ બાદ મળી. પરંતુ, તે તેનો ફાયદો ના ઉઠાવી શક્યો અને માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp