વિનેશ ફોગાટને મળી ઓલમ્પિકની ટિકિટ

PC: indianexpress.com

ભારતની મહિલા કુશ્તીબાજ વિનેશ ફોગાટે 2020 ટોકિયો ઓલમ્પિક માટે ક્વોલિફાઈ કરી લીધું છે. વિનેશે કજાકિસ્તાનના નૂર-સુલ્તાનમાં ચાલી રહેલી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં 53 કિગ્રાના વર્ગમાં વર્લ્ડ નંબર 1 અમેરિકાની સારા હિલ્ડબ્રેંટને હરાવી દીધી છે. તેની સાથે જ વિનેશ આવતા વર્ષે ટોકિયોમાં યોજાનારા ઓલમ્પિક માટે ક્વોલિફાઈ કરનારી ભારતની પહેલી રેસલર બની ગઈ છે.

એશિયાઈ રમતોમાં ગોલ્ડ મેડલ વિજેતા 25 વર્ષીય વિનેશે રેપેચેજના બીજા રાઉન્ડમાં અમેરિકાની સારાને 8-2થી હરાવી હતી અને આ સાથે જ તેણે ઓલમ્પિકમાં તેનું સ્થાન નક્કી કરી લીધું છે. જાપાનના ટોકિયો શહેરમાં 24 જુલાઈ 2020થી ઓલમ્પિક રમતોની શરૂઆત થશે.

વિનેશ હવે કાંસ્ય પદક માટે ગ્રીસની મારિયા જોડે લડશે. તે પહેલા તેણે 53 કિગ્રા વર્ગમાં ઓલમ્પિક કોટા અને કાંસ્ય પદક માટે રેપેચેજના પહેલા રાઉન્ડમાં યૂક્રેનની યૂલિયા બ્લાહિન્યાને 5-0થી હરાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp