પીચ પર સવાલ કરનારા પર કોહલીનો કટાક્ષ- બંધ કરો હલ્લો, ટેકનીક સુધારો અને રમો

PC: spirts.ndtv.com

ભારતની પીચ પર સવાલ ઉઠાવી રહેનારા પર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ જવાબ આપ્યો છે. વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધની ચોથી અને અંતિમ ટેસ્ટ પહેલા દેશના સ્પીનરો માટે સારી પીચ અંગે સતત કરવામાં આવી રહેલા સવાલોના જવાબ આપતા કહ્યું હતું કે- હલ્લો બંધ કરીને પોતાના ડિફેન્સને મજબૂત કરો અને મેચ રમો. ભારતે મોટેરામાં પીંક બોલની ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને બે દિવસની અંદર હાર આપી દીધી હતી અને તેના પહેલા જ ચેન્નાઈમાં બીજી ટેસ્ટમાં સ્પીનરોને સાથ આપતી પીચ પર મહેમાન ટીમને હાર આપી હતી. ઈંગ્લેન્ડની ટીમ રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલના સ્પીનની આગળ અમદાવાદ ટેસ્ટમાં બંને ઈનિંગમાં 112 અને 81 રન જ બનાવી શકી હતી. જ્યારે ચેન્નાઈમાં તેમણે 134 રન અને 164 રન બનાવ્યા હતા.

કોહલીએ આજથી શરૂ થયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ પૂર્વે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સ્પીન થતી પીચ અંગે હંમેશા વધારે હલ્લો અને વાતો થાય છે. તેણે વધુમાં કહ્યું હતું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જો આપણી મીડિયા આ વિચારોનું ખંડન કરવા અને આવા વિચારો જાહેર કરવાની સ્થિતિમાં છે કે માત્ર સ્પીન પીચની આલોચના કરવી અનુચિત છે તો જ આ સંતુલિત વાતચીત થશે. કોહલીએ ત્રીજી ટેસ્ટના અંતમાં મોટેરાની પીચ પર પોતાની વિફળતા માટે બેટ્સમેનોની ટેકનીકને જવાબદાર ઠેરવી હતી.

તેણે કહ્યું હતું કે દુર્ભાગ્યપુર્ણ વાત એ છે કે દરેક સ્પીન પીચના રાગની સાથે રમતા રહ્યા છે અને જ્યાં સુધી આ ઉપયોગી રહે છે ત્યાં સુધી તેની ખબર બનાવી રાખે છે. પછી એક ટેસ્ટ મેચ થાય છે. જો તમે ચોથા અથવા પાંચમાં દિવસે જીતી જાવ છો તો કોઈ કશું પણ કહેતું નથી પરંતુ જો મેચ બે દિવસમાં જ ખતમ થઈ જાય તો દરેક જણ આ મુદ્દા અંગે વાતો કરવા લાગે છે. કોહલીએ ન્યૂઝીલેન્ડમાં ભારતને મળેલી એક કાર અંગે વાત કરતા કહ્યું કે જેમાં ટીમ ઝડપી બોલરો માટેની પીચ પર ઝઝૂમી રહી હતી. તેણે કહ્યું કે તે વખતે કેવી રીતે પીચની નહીં પરંતુ બેટ્સમેનોની ટેક્નીકની આલોચના કરવામાં આવી હતી.

તેણે કહ્યું હતું કે અમે ન્યૂઝીલેન્ડમાં 36 ઓવરમાં 3 દિવસથી હારી ગયા હતા. મને સંપૂર્ણ વિશ્વાસ છએ કે અમારે ત્યાં કોઈએ પણ પીચ અંગે કશું લખ્યું ન હતું. તેમાં એટલું જ હતું કે ભારત ન્યૂઝીલેન્ડમાં કેટલું ખરાબ રમી. કોઈએ પીચ અંગે લખ્યું ન હતું કે પીચ કેવી રીતે કામ કરી રહહી હતી. બોલ કેટલો ટર્ન થઈ રહ્યો હતો. પીચ પર કેટલું ઘાસ હતું. આ જોવા કોઈ આવ્યું નહતું. ટીમ તેની ફરિયાદ કરવાને બદલે પરિસ્થિતિને અનુરૂપ થવા માટે મથી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp