રૅકોર્ડ બ્રેક જીત સાથે કોહલીએ ધોનીને આ બાબતે છોડી દીધો પાછળ

PC: twimg.com

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ તેના નામે વધુ એક સિદ્ધિ નોંધાવી છે. શનિવારે ભારતે બાંગ્લાદેશને ઇનિંગ્સ અને 130 રનથી હાર આપી હતી. આ સાથે કોહલી ભારતનો એવો કેપ્ટન બન્યો જેણે વિરોધી ટીમને સૌથી વધુ વખત ઇનિંગ્સની હાર આપી છે. આ દસમી વખત હતું જ્યારે ભારતે કોહલીની કેપ્ટનશીપ હેઠળ ઈનિંગના અંતરથી પરાજય આપ્યો હતો. કોહલીએ મહેન્દ્રસિંહ ધોનીને પાછળ છોડી દીધો જેની કેપ્ટનશીપ હેઠળ ભારતે વિરોધી ટીમને નવ વખત ઇનિંગ્સના અંતરથી હાર આપી હતી.

ભારતીય ક્રિકેટ ટીમે ઈન્દોર ટેસ્ટના ત્રીજા દિવસે બાંગ્લાદેશને મુશ્કેલીમાં મુકી હતી. ભારતે મુલાકાતી ટીમને ઇનિંગ અને 130 રને હરાવી હતી. બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. તેની આખી ટીમ 150 રનમાં આઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતે મયંક અગ્રવાલની બેવડી સદીની મદદથી 6 વિકેટે 493 રન બનાવીને ઇનિંગની ઘોષણા કરી હતી. ઇનિંગ્સની હારને ટાળવા માટે બાંગ્લાદેશે 343 રન બનાવ્યા હતા, પરંતુ બીજી ઇનિંગમાં તે 213 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે મેચ ઇનિંગ્સ અને 130 રને જીતી હતી.

ધોની પછી મોહમ્મદ અઝહરુદ્દીન અને સૌરવ ગાંગુલી છે જેમણે વિરોધી ટીમને અનુક્રમે 8 અને 7 વખત ઈનિંગના અંતરે હરાવી હતી. આ સાથે આ સિઝન સતત ત્રીજો પ્રસંગ છે જ્યારે ભારતે ઇનિંગ્સના અંતરથી જીત મેળવી છે. આ અગાઉ ભારતે દક્ષિણ આફ્રિકાને પૂણેમાં ઇનિંગ્સ અને 137 અને ત્યારબાદ રાંચીમાં ઇનિંગ્સ અને 202 રનથી હરાવ્યું હતું. આ અગાઉ ભારતીય ટીમે બે વખત સતત ત્રણ મેચ ઇનિંગ્સના અંતરથી જીત મેળવી છે. 1992/93માં ભારતે ઇંગ્લેન્ડને મુંબઇમાં ઇનિંગ્સ અને 22 રનથી પરાજિત કર્યું હતું, ત્યારબાદ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં ઇનિંગ અને 15 રને અને ઝિમ્બાબ્વેને દિલ્હીમાં એક ઇનિંગ અને 13 રનથી હાર આપી હતી.

1993/94 સીઝનમાં ભારતે શ્રીલંકાને ઈનિંગ અને 119 રનથી લખનઉમાં, બેંગલોરમાં ઇનિંગ્સ અને 95 રનથી અને પછી અમદાવાદમાં ઇનિંગ્સ અને 17 રનથી હરાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp