પોલાર્ડે એક ઓવરમાં 6 સિક્સ મારી, યુવરાજના ક્લબમાં શામેલ, જુઓ વીડિયો

PC: news18.com

ક્રિકેટમાં સીરિઝ કોઈ પણ હોય રેકોર્ડ અને ઈતિહાસ બનતા વાર નથી લાગતી. એ જ રીતે રેકોર્ડ ચેઝ થતા કે બ્રેક થતા પણ વાર નથી લાગતી. આવો જ ઈતિહાસ બનાવ્યો છે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી કેરોન પોલાર્ડે. તેણે શ્રીલંકા સામેની T20માં કેપ્ટન પોલાર્ડે પહેલી જ મેચમાં છ બોલમાં છ સિક્સ ફટકારી છે. તેણે એક જ ઓવરમાં છ સિક્સ ફટકારીને મેચમાં નવો રોમાંચ ભરી દીધો હતો.

 

આ મેચમાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 9 વિકેટના નુકસાનથી 131 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વિન્ડી 5 ઓવર બાદ 4 વિકેટના નુકસાનથી 64 રન કરી ચૂક્યો હતો. આ જ ઓવરના અંતિમ બોલ પર સિમંસ આઉટ થઈ ગયો હતો. છઠ્ઠી ઓવર અને પાવર પ્લેની અંતિમ ઓવરના પહેલા બોલમાં પોલાર્ડ સ્ટ્રાઈક પર હતો. એક અલગ અંદાજ સાથે મેદાન પર ઊતરેલો પોલાર્ડ છ બોલમાં છ સિક્સ ફટકારશે એવું વિચાર્યું ન હતું.

ધનંજયની ઓવરમાં પોલાર્ડે પોતાનો પાવર દેખાડ્યો છે. એક પછી એક છ સિક્સ ફટકારીને નવો ઈતિહાસ બનાવ્યો છે. તેણે 11 બોલમાં 38 રન બનાવી લીધા હતા. ઓપ સ્પીનર અકિલા ધનંજયની ઓવરમાં તેણે છ સિક્સ ફટકારી હતી. આ સિદ્ધી સાથે પોલાર્ડ T20માં એક ઓવરમાં છ સિક્સ ફટકારનાર યુવરાજ બાદ બીજો ખેલાડી બન્યો છે. જ્યારે કુલ મળીને ત્રણ એવા ખેલાડી છે જે આ સિદ્ધિ સુધી પહોંચ્યા છે. ભારતીય બેટ્સમેન યુવરાજસિંહે વર્ષ 2007માં સાઉથ આફ્રિકા સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. ત્યાર બાદ હર્ષલ ગિબ્સે વર્ષ 2017માં નેધરલેન્ડની સામે આ સિદ્ધિ મેળવી હતી. ત્યાર બાદ પોલાર્ડનું નામ આવે છે.

 

વિન્ડીઝ ક્રિકેટે પણ પોલાર્ડના એક નાનકડા વીડિયો સાથે ટ્વીટ કરીને ગૌરવભરી ક્ષણ ગણાવી હતી. આમ પણ આવો ઈતિહાસ દરરોજ નથી બનતો. આ સિદ્ધિથી પોલાર્ડે પોતાનું નામ એક ગોલ્ડન લેટર્સમાં લખાવી દીધું છે. શ્રીલંકા સામેની આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ચાર વિકેટથી મેચ જીતી ગઈ છે. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે સીરિઝ 1-0થી આગળ વધારી છે. જોકે, એક જ ઓવરમાં મેચનું આખું પાસુ પલટી ગયું હતું. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેકોયે બે, કેવિન, ફીડેલ, જેસન, બ્રાવો અને એલને એક-એક વિકેટ ખેરવી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp