મેચના થોડા કલાક પહેલા બારમાં હુક્કો પી રહ્યા હતા પાક ખેલાડી? ભડક્યા પાક ફેન્સ

PC: assettype.com

ભારત સામે વર્લ્ડ કપની મેચમાં હાર બાદ પાકિસ્તાની પ્રશંસક પોતાની ટીમના ખેલાડીઓની ટીકા કરી રહ્યા છે. રવિવારે મેનચેસ્ટરમાં રમાયેલી મેચમાં ભારતે ડકવર્થ લુઈસ નિયમથી પાકિસ્તાનને 89 રનથી હરાવ્યું હતું, ત્યારબાદ સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ફેન્સે પોતાની ટીમના કેપ્ટનને લઈને બેટ્સમેન સુધી બધાની જ ક્લાસ લગાવી હતી.

પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ જ્યાં મેચ દરમિયાન જમ્હાઈને લઈને ટ્રોલ થયા, તેમજ ફિટનેસને લઈને પણ પાક ખેલાડીઓ નિશાના પર રહ્યા. ભારત વિરુદ્ધ મેચમાં પાકિસ્તાની ક્રિકેટર અને ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો પતિ શોએબ મલિક ઝીરો પર આઉટ થઈ ગયો હતો, એવામાં તેના પર ફેન્સ ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા. આ અગાઉની બે મેચોમાં પણ તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું.

પાકિસ્તાની ફેન્સ આમ તો ગુસ્સે હતા જ, પરંતુ એક વીડિયોએ આ આગમાં ઘી નાંખવાનું કામ કર્યું છે. ટ્વિટર પર એક વીડિયો ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં શોએબ પોતાની પત્ની સાનિયા મિર્ઝા અને અન્ય ખેલાડીઓ સાથે પાર્ટી કરતો દેખાઈ રહ્યો છે. આ વીડિયો મેચ પહેલાનો હોવાનું જણાવાઈ રહ્યું છે.

આ વીડિયોમાં એક વ્યક્તિ હુક્કો પીતો દેખાઈ રહ્યો છે, જ્યારે શોએબ પોતાની પત્ની સાનિયાની સાથે બેઠો છે. ફેન્સ આ બાબતને લઈને પાકિસ્તાની ખેલાડીઓને ટ્રોલ કરી રહ્યા છે. શોએબ મલિક પહેલા જ જાહેરાત કરી ચુક્યો છે કે, તે વર્લ્ડ કપ બાદ વનડે ઈન્ટરનેશનલ મેચોમાંથી સંન્યાસ લઈ લેશે. આ વીડિયો વાયરલ થયા બાદ ફેન્સ સાનિયા મિર્ઝાને પણ ટ્રોલ કરી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp