પ્લેઓફમાંથી બહાર થતાં છલકાયું ધોનીનું દર્દ, કહી આ વાત

PC: static.toiimg.com

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના હાલના સત્રમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની જર્ની સોમવારે KKR સામેની મેચ બાદ પૂર્ણ થઈ જશે, પરંતુ મહેન્દ્ર સિંહ ધોની ઈચ્છે છે કે, તેના ખેલાડીઓ આ છેલ્લાં દર્દનાક 12 કલાકની દરેક પળનો આનંદ લે. KKRના 12 પોઈન્ટ્સ છે અને સોમવારે કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) વિરુદ્ધ મેચ જીતવા પર તેના 14 અંક થઈ જશે. મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 14 અંકો છે. ચેન્નાઈ આવનારી બે મેચો જીતવા પર પણ 12 અંક પર જ પહોંચી શકશે.

ધોનીએ મેચ બાદ કહ્યું, સારું પ્રદર્શન ના કરવા પર દુઃખ થાય છે. ટૂર્નામેન્ટમાં અમારા છેલ્લાં દર્દનાક 12 કલાક બચ્યા છે. આપણે તે દરેક પળનો સંપૂર્ણ આનંદ લેવાનો છે. તેનાથી કોઈ ફરક ના પડવો જોઈએ કે પોઈન્ટ્સ ટેબલમાં આપણે ક્યાં છીએ. તેણે કહ્યું, જો તમે ક્રિકેટની મજા ના લઈ રહ્યા હો તો તે ક્રૂર અને દર્દનાક સાબિત થઈ શકે છે. હું પોતાના યુવા ખેલાડીઓના પ્રદર્શનથી ખુશ છું. RCB પર આઠ વિકેટથી મળેલી જીતમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓએ જેવું પ્રદર્શન કર્યું, ધોની સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેમની પાસેથી આવી જ ગેમની ઈચ્છા રાખી રહ્યો હતો.

ધોનીએ કહ્યું, તે પરફેક્ટ પ્રદર્શનોમાંથી એક હતું. તમામે રણનીતિ પર અમલ કર્યો. અમે વિકેટ લીધી અને અમે સામેવાળી ટીમને ઓછાં રનો પર અટકાવી. તેણે ઈકોનોમી બોલિંગ કરનારા સ્પિનર ઈમરાન તાહિર અને મિશેલ સેંટનેર ઉપરાંત બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડના પણ વખાણ કર્યા હતા.

IPLની શરૂઆત 2008માં થઈ હતી અને ધોનીની ટીમે પહેલી જ સિઝનમાં ફાયનલ સુધી પહોંચીને પોતાની ક્ષમતા સાબિત કરી દીધી હતી. જોકે, ફાયનલમાં તેણે રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 2016 અને 2017માં ચેન્નાઈની ટીમ સસ્પેન્ડ રહી અને 2018માં વાપસી સાથે જ ચેન્નાઈએ ત્રીજીવાર IPL ટ્રોફી જીતી. 2019માં ચેન્નાઈની ટીમ ફરી એકવાર ફાયનલ સુધી પહોંચી અને મુંબઈમાં તે ફાયનલ મેચ હારી ગયું. પરંતુ આ વખતે 2020માં ચેન્નાઈ સુપર કિંગ્સની જર્ની ગ્રુપ સ્ટેજની મેચોમાં જ પૂર્ણ થઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp