હર્ષદ મહેતા સ્કેમ બાદ ભારતીય શેરબજારમાં બદલાઈ ગયા આ 8 નિયમો

PC: starsunfolded.com

હર્ષદ મહેતાને દલાલ સ્ટ્રીટનો અમિતાભ બચ્ચન કહેવામાં આવતો હતો. જોતજોતામાં જ તેણે શેરબજાર અને બ્રોકરોના વ્યાપારને બદલી નાંખ્યો હતો. ભારતે 1992માં પહેલીવાર પોતાના શેરબજાર માટે સરળ ચાલબાજીનો અનુભવ કર્યો. શેરબજારમાં વ્યવસ્થિત છેતરપિંડી માટે બેંક રસીદો અને સ્ટેમ્પ પેપર સામેલ હતા. સિક્યોરિટીઝ સ્કેમમાં આશરે 4000 કરોડ રૂપિયાની છેતરપિંડી બાદ દલાલ સ્ટ્રીટના નિયમો હંમેશાં માટે બદલવાઈ ગયા. સંશોધન અધિનિયમ 1995 પાસ કરવામાં આવ્યો, જેણે ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI)ના અધિકાર ક્ષેત્રને વધાર્યો અને તેને ડિપોઝિટરી, FIIs, વેન્ચર કેપિટલ ફંડ અને ક્રેડિટ રેટિંગ એજન્સીઓને વિનિયમિત કરવાની પરવાનગી આપી.

આ ઘોટાળાના 28 વર્ષ બાદ, ઓનલાઈન બ્રોકરેજ ફર્મ જિરોધાના સંસ્થાપક, નિતિન કામથે એ આઠ વસ્તુઓને સૂચિબદ્ધ કરી છે, જે હાલ ભારતીય શેરબજારોમાં અલગ-અલગરીતે કરવામાં આવે છે.

Settlement Cycle

Settlement Cycle 14 દિવસનો એ સમય છે, જેની અંદર દલાલોએ બધુ પેમેન્ટ કરવાનું હોય છે અને સ્ટોકની ડિલીવરી લેવાની હોય છે અથવા વેચવાની હોય છે અને સ્ટોક ડિલીવર કરવાનો હોય છે. પરંતુ હવે તે સમય બે દિવસનો છે અને SEBI તેને એક દિવસનું કરવાનો સંકેત આપી રહ્યું છે.

મિનિમમ બેલેન્સ

1992માં એક ગ્રાહકના સ્ટોક ખરીદી સુનિશ્ચિત કરવા માટે ન્યૂનતમ બેલેન્સ જાળવવાનો કોઈ નિયમ નહોતો. પરંતુ હવે ગ્રાહક ખાતામાં ન્યૂનતમ પૈસા વિના સ્ટોક ના ખરીદી શકે અથવા ડિમેડ અકાઉન્ટ વિના સ્ટોક વેચી નથી શકતું. નવા નિયમ આક્રામક દલાલોને પ્રણાલીગત જોખમોને ઓછું કરવામાં મદદ કરે છે, જે પહેલા વ્યવસાય માટે જોખમ સાથે બાંધછોડ કરી રહ્યા હતા.

ઈલેક્ટ્રોનિક લેવડદેવડ

1992માં ટ્રેડોની લેવડદેવડ કાગળના માધ્યમથી કરવામાં આવતી હતી અને પ્રતિપક્ષ જોખમ સ્પષ્ટ હતું. હવે ટ્રેડોના તમામ લેવડદેવડ ક્લિયરિંગ કોર્પોરેશનના માધ્યમથી થાય છે અને તમામ લેવડદેવડ ઈલેક્ટ્રોનિક હોય છે.

બ્રોકરની સ્વીકૃતિ

આજના સમયમાં માર્જિન આવશ્યકતાઓ અને સીસીના કારણે ગ્રાહકોને જોખમ ઓછું રહે છે અને 1992ની જેમ ખાતુ ખોલવા માટે તમારે કોઈ બ્રોકરથી અનુમોદનની આવશ્યકતા નથી. હવે તમે કોઈપણ બ્રોકરની સાથે 15 મિનિટની અંદર ઓનલાઈન ટ્રેડિંગ અકાઉન્ટ ખોલી શકો છે.

બ્રોકરેજ ફર્મોની ભૂમિકા

1992માં બ્રોકરેજ ફર્મોએ સલાહકારના રૂપમાં કામ કર્યું, પરંતુ હવે તે સલાહકારના રૂપમાં નહીં પરંતુ નિષ્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ટ્રેડિંગ પ્રોસેસ

1992માં તમામ ટ્રેડોને ડીલરોના માધ્યમથી કરવામાં આવતું હતું આથી તેમણે એક મોટું જોખમ ઉઠાવ્યું. પરંતુ હવે મોટાભાગના ટ્રેડો ગ્રાહકો દ્વારા પોતાના દમ પર જ કરવામાં આવી રહ્યા છે.

બ્રોકરેજ ફી

મોટાભાગના ગ્રાહક 1992માં અજાણ્યા હતા અને ઈક્વિટી ડિલીવરી ટ્રેડો માટે બ્રોકરેજને ઓછામાં ઓછું 1 ટકાની ચુકવણી કરતા હતા, જ્યારે હવે કોઈ શુલ્ક આપવું નથી પડતું.

પ્રાઈઝ ડિફરન્સ

1992માં ડીલરોએ વાસ્તવિક વ્યાપાર મૂલ્યોની સરખામણીમાં ગ્રાહકોને અલગ-અલગ મૂલ્ય જણાવીને ગ્રાહકોને છેતર્યા. જોકે, હાલના દિવસોમાં આ પ્રક્રિયા 100 ટકા પારદર્શી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp