ભારતમાં ચીનની મોટી હિસ્સેદારીવાળી આ ફાર્મા કંપનીનો પહેલો IPO આવશે

PC: moneycontrol.com

જો તમે પણ એક્સ્ટ્રા કમાણી કરવાનો પ્લાન બનાવી રહ્યા હો તો બજારના નિવેશકોને ટૂંક સમયમાં જ કમાણીનો એક અવસર મળી શકે છે. SEBIએ Gland Pharmaને 6000 કરોડ રૂપિયાના IPO ઈશ્યૂ માટે મંજૂરી આપી દીધી છે. વર્ષ 2020માં ઘણી કંપનીઓએ IPO બહાર પાડ્યા છે, જેના દ્વારા નિવેશકોએ શાનદાર કમાણી કરી છે, પરંતુ આ વર્ષે અત્યારસુધી બજારમાં કોઈ નવી ફાર્મા કંપનીનું લિસ્ટિંગ નથી થયું. જણાવી દઈએ કે, જૂન 2017માં Eris Lifesciences ફાર્માના IPO બજારમાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર, ચીનની Shanghai Fosun Pharmaceutical (Fosun Pharma)ની મેજોરિટી હિસ્સેદારીવાળી Gland Pharmaને 6000 કરોડ રૂપિયાના IPO ઈશ્યૂ માટે માર્કેટ રેગ્યૂલેટર Sebiની મંજૂરી મળી ગઈ છે. જો હૈદરાબાદ સ્થિત ઈન્જેક્ટેબલ દવાઓ બનાવનારી Gland Pharmaની IPO ઈશ્યૂ લાવવાની યોજના પૂરી થશે તો તે કોઈ ચાઈનીઝ કંપનીની મેજોરિટી હિસ્સેદારીવાળી એક ભારતીય કંપનીનો પહેલો મોટો IPO ઈશ્યૂ થશે.

જણાવી દઈએ કે, દેશભરમાં ફેલાયેલા કોરોના સંકટ બાદથી ફાર્મા કંપનીના શેરોમાં જોરદાર તેજી જોવા મળી છે. સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (Sebi)ની આ મંજૂરી એ સમયે આવી છે, જ્યારે ભારતમાં ફાર્મા સેક્ટરમાં જોરદાર તેજી છે અને ભારત અને ચીનની વચ્ચે પૂર્વી લદ્દાખમાં સીમા વિવાદ વધ્યો છે.

Gland Pharma આ IPO લોન્ચ કરી શકે છે. આ IPO દ્વારા મળનારા મોટાભાગના પૈસાનો ઉપયોગ કંપનીના ભારતીય કારોબારના કેપેક્સ અને વર્કિંગ કેપિટલ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરવામાં આવશે. જણાવી દઈએ કે, Gland Pharmaના આ IPOમાં પ્રાયમરી અને સેકન્ડરી બંને પ્રકારના IPO ઈશ્યૂ રહેશે. આ ઈશ્યૂ દ્વારા ચીનના Fosun group અને કંપનીના ભારતીય ફાઉન્ડર પોતાની હિસ્સેદારી વેચશે.

રિપોર્ટ અનુસાર, આ IPO દ્વારા કંપની 1250 કરોડ રૂપિયાના ફ્રેશ ઈશ્યૂ કરી શકે છે. આ ઉપરાંત 4750 કરોડ રૂપિયા ઓફર ફોર સેલ હોઈ શકે છે. એટલે કે આ ઈશ્યૂની ટોટલ સાઈઝ 6 હજાર કરોડ રૂપિયા હોઈ શકે છે. Gland Pharmaના આ IPOમાં Citi, Kotak Mahindra Capital, Nomura અને Haitong Securitiesને મર્ચન્ટ બેંકરના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

Gland Pharmaની સ્થાપના 1978માં પીવીએન રાજૂએ કરી હતી. કંપની જેનરિક ઈન્જેક્ટેબલ ફાર્મા પ્રોડક્ટ બનાવે છે. Hong Kongમાં લિસ્ટેડ Fosunએ 1.09 અબજ ડૉલરનું રોકાણથી ઓક્ટોબર 2017માં પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ KKRખી Gland Pharmaમાં 74 ટકા હિસ્સેદારી ખરીદી. આ ખરીદીને પગલે KKR કંપનીની બહાર થઈ ગઈ. આ ઉપરાંત, બચેલી હિસ્સેદારીનો મોટાભાગનો હિસ્સો કંપનીના founder promotersની પાસે રહ્યો જે આ ડીલ બાદ કંપનીના બોર્ડમાં બની રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp