બજાર ઓલ ટાઇમ હાઇ પર છતા પણ ઘણા ઇનવેસ્ટર્સનું રિટર્ન ઓછું, જાણો તેનું કારણ

PC: isoupdate.com

શેર બજારમાં તેજીના કારણે બજારના ઇન્ડેક્સ ઓલ ટાઇમ હાઇ પર પહોંચ્યા છે. શેર બજારમાં ઉતર ચઢ છતાં સેન્સેક્સ અને નિફ્ટીએ એક ફરી વાર ઓલ ટાઇમ હાઇ બનાવ્યો છે. સેન્સેક્સે જ્યાં 62447.73નો ઓલ ટાઇમ હાઇ બનાવ્યો છે. જ્યારે નિફ્ટીએ 18534.90નો હાઇ બનાવ્યો છે. જોકે, બજારના ઓલ ટાઇમ હાઇ પર હોવા છતાં આ વર્ષે લાખો રોકાણકારો નુકસાનમાં રહ્યાં છે.

શેર બજારના નિષ્ણાંતો અનુસાર, રિટેલ રોકાણકારો મુખ્ય રૂપે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરે છે અને બજારની હાલની તેજી મુખ્ય રૂપે લાર્જ કેપ શેરો દ્વારા સંચાલિત તઇ રહ્યું છે. એ જ કારણ છે કે, યુક્રેન રશિયા યુદ્ધથી શરૂ થયેલી વેચવાલી બાદ રિટેલ રોકાણકારોના સ્ટોક પોર્ટફોલિયોને અત્યાર સુધી નુકસાનની ભરપાઇ નથી થઇ.

નિષ્ણાંતો અનુસાર, બજારમાં હાલની રેલી એ શેરોથી પ્રેરિત છે, જેણે હાલના વર્ષોમાં ખરાબ પ્રદર્શન કર્યું છે અને શેરને હાલમાં વેચવાલીમાં રિટેલ રોકાણકારો દ્વારા તો છોડવામાં આવ્યું હતું કે નજરઅંદાજ કરવામાં આવ્યું હતું. રિટેલ રોકાણકારોના સ્ટોક પોર્ટફોલિયોને હાલની રેલીથી લાભ ન થવાના કારણો પર બોનાન્ઝા પોર્ટફોલિયોના રિસર્ચ હેડ વિશાલ વાઘે પ્રકાશ નાખ્યો છે.

વિશાલ વાઘે કહ્યું કે, આ બજારની એક સામાન્ય પ્રવૃત્તિ છે. જ્યારે પણ મિડકેપ અને સ્મોલ કેપ સેગમેન્ટ અંડરપર્ફોર્મ કરે છે ત્યારે સારું પ્રદર્શન કરવા માટે રિટેલ પોર્ટફોલિયો વિફળ જાય છે. મુઠ્ઠી ભર મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક છે, જે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે, પણ પાછલા થોડા વર્ષોમાં તેમના ખરાબ પ્રદર્શનનું કારણ આ પોર્ટફોલિયો નથી.

તેમણે કહ્યું કે, IT સ્ટોકે પાછલી રેલીમાં સારું પ્રદર્શન કર્યું હતું, દરેક આ સેક્ટરમાં બોટમ ફિશિંગની તલાશ કરી રહ્યા છે, પણ PSU ગતિ પકડી રહ્યું છે કારણ કે, પોર્ટફોલિયોથી બહાર થઇ રહ્યા છે, તેમનું પાછલું પ્રદર્શન એટલું સારું નથી. તેના સિવાય કેટલીક PSU કંપનીઓએ પાછલા કેટલાક મહિનાઓમાં 50 ટકાથી વધારે રિટર્ન આપ્યું છે.

હાલ બજારના નિષ્ણાંતો IT સેક્ટર, ફાર્મા સેક્ટર, બેન્કિંગ સેક્ટરમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે. આ સેક્ટરો બજારમાં નવી તેજીનું કારણ બની શકે છે અને PSU સેક્ટરની કંપનીઓ પણ સારું પ્રદર્શન કરી શકે તેવી સંભાવનાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp