7 વર્ષમાં પહેલી વખત ભારતીય શેર બજાર નેગેટિવ રિટર્ન આપી શકે છે

PC: kiplinger.com

વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) ની મોટા પાયે વેચવાલી, વૈશ્વિક ઘટનાક્રમો, વધતી મોઘવારી અને વધતા વ્યાજ દરો જેવા મોટા અને ગંભીર કારણોની અસર ભારતીય શેર બજાર પર પણ પડી રહી છે. વિશ્વના અન્ય દેશોની જેમ જ ભારતીય બજારમાં પણ અનિશ્ચિતતાનો માહોલ દેખાઇ રહ્યો છે. આ બધી વાતો વચ્ચે એક પોલના પરિણામો ભારતીય શેર બજારો માટે એક માઠા સમાચાર લઇને આવ્યા છે. હાલ જ કરવામાં આવેલા એક પોલમાં સામે આવ્યું છે કે, ભારતીય ઇક્વિટી માર્કેટમાં 7 વર્ષોમાં પહેલી વખત આ વર્ષે વાર્ષિક રીટર્ન નેગેટિવ રહી શકે છે.

પોલના પરિણામો અનુસાર, વધતા વ્યાજ દરોના કારણે બજારને આ વર્ષે થયેલી મોટી નુકસાનીમાંથી ઉપર આવતા ઘણી વાર લાગી શકે છે. ભારત સહિત આખા વિશ્વમાં વધતી મોઘવારી, યુક્રેન સંકટ, સપ્લાઇ ચેનમાં આવેલા મોટા ગાબડા વગેરા જેવા કારણો તેના માટે જવાબદાર રહેશે. આ બધા ઘટનાક્રમોના કારણે વિશ્વની તમામ અર્થવ્યવસ્થાઓ ને બજારોને હેરાન કરી દીધા છે. મોઘવારી પર નિયંત્રણ માટે સેન્ટ્રલ બેન્કો વ્યાજ દરોમાં વધારો કરી રહી છે, જેના કારણે મંદીનો ભય પેદા થઇ ગયો છે. જેના કારણે વિદેશી રોકાણકારો આ સમયે જોખમી રોકાણના સાધનોમાંથી પોતાનું રોકાણ બહાર કાઢી રહ્યા છે.

ભારતના બેન્ચમાર્ક ઇન્ડેક્સ BSE સેન્સેક્સની વાત કરીએ તો, તે આ વર્ષે 12 ટકા જેટલું તુટી ચૂક્યું છે. આ જ વર્ષે 18 જાન્યુઆરીના રોજ આ ઇન્ડેક્સે 61475.15નો હાઇ બનાવ્યો હતો. ત્યારથી લઇને અત્યાર સુધી આ ઇન્ડેક્સ લગભગ 12 ટકા તુટી ચૂક્યો છે. વર્તમાન સમયની વાત કરીએ તો એ વાતની આશા નજરે નથી પડતી કે, સેન્સેક્સ જલ્દીથી જ ફરી એક વખત પોતાના જાન્યુઆરીના હાઇને ટચ કરી શકશે. જોકે, ભારતીય બજારોનું પ્રદર્શન વૈશ્વિક બજારોની તુલનામાં ઘણું સારુ દેખાઇ રહ્યું છે.

MSCI જેવું વર્લ્ડ ઇન્ડેક્સ આ વર્ષે અત્યાર સુધી 16 ટકાથી પણ વધારે તુટી ચૂક્યું છે. એટલું જ નહીં, આ જ મહિનાની શરૂઆતમાં આ ઇન્ડેક્સ બેર માર્કેટ ઝોનની નજીક આવી ગયું હતું. જ્યારે કોઇ ઇન્ડેક્સ 20 ટકાથી વધારે તુટે, ત્યારે એવું માનવામાં આવે છે કે, માર્કેટ બેર માર્કેટ ઝોનમાં પ્રવેશી રહ્યું છે.

પોલમાં 30 ઇક્વિટી સ્ટેટેજિસ્ટ શામેલ હતા. આ પોલ 13મી મેથી 24મી મેની વચ્ચે કરવામાં આવ્યો હતો. આ પોલ દ્વારા એ નક્કી થયું કે, BSE સેન્સેક્સ આ વર્ષના અંતમાં ફક્ત 40 ટકાની જ રીકવરી કરી શકશે. સેન્સેક્સ વર્ષના અંત સુધીમાં સોમવારના 54288.61ના ક્લોઝિંગ સ્તરથી ફક્ત 3.2 ટકાના વધારા સાથે 56000નું સ્તર હાંસલ કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp