આ 7 શેરોમાં રોકાણ કરો તમને 52 ટકા સુધીનું વળતર મળી શકે છે

PC: livemint.com

દેશમાં આ વર્ષે મોનસૂન સામાન્ય રહેવાનો હવામાન વિભાગે વરતારો કરી દીધો છે.જો મોનસૂન સામાન્ય રહેશે તો ગ્રામીણ ભારતની આવક વધી શકે. ભારતના જીડીપીમાં ગ્રામીણ ભારતની આવકનો હિસ્સો 53 ટકા જેટલો છે. એટલે ગ્રામીણ ભારતના ગ્રોથને કારણે ભારતની અર્થવ્યવસ્થાને પણ સપોર્ટ મળશે.

આ વર્ષે જો ખેતીની ઉપજ સારી રહેશે તો ફુગાવાને પણ અંકુશમાં રાખી શકાશે. નિષ્ણાતોનું કહેવું છે કે  વધતો ફુગાવો એ મોટી ચિંતા છે. ખાસ કરીને એવા સમયે જયારે દેશ કોરોના મહામારીની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે.

બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલનું કહેવું છે  મોનસૂન સામાન્ય રહેતો ટુ વ્હીલર, ઓટો,રૂરલ ફાયનાન્સીંગ, એગ્રો કેમિકલ અને પસંદગીની એફએમસીજી કંપનીઓને ફાયદો થશે. અહીં તમને એવા 7 શેરો બતાવીશુ જેને ખરીદવાની એકસપર્ટ ભલામણ કરી રહ્યા છે જેમાં રોકાણ  કરવાથી 52 ટકા જેટલું વળતર મળી શકે તમ છે.

કોરોમંડલ ઇન્ટરનેશનલ- કેપિટલ વાયા ગ્લોબલ રિસર્ચના હેડ ગૌરવ ગર્ગનું કહેવું છે કે, કોરોમંડલ ઇન્ટરનેશનલ મુરુગપ્પા ગ્રુપની કંપની છે અને એગ્રી ઇનપૂટ બનાવતી દેશની બીજા નંબરની સૌથી મોટી કંપની છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં કંપનીની પકડ સારી છે.મોનસૂન સામાન્ય રહે તો ગામડામાં માંગ વધશે જેનો ફાયદો કંપનીને મળશે. 865થી 875 રૂપિયાનો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય.

ધનૂકા એગ્રીટેક- ગૌરવ ગર્ગનું કહેવું છે કે કંપનીના માથે કોઇ દેવું નથી અને આખા ભારતના બજાર પર તેની પકડ છે. આ કંપની હર્બીસાડડસ, ઇંસેકિટસાડડસ, ફંગીસાડડસ અને પ્લાન્ટ ગ્રોથ રેગ્ય્લેટર્સ સહિત 300 જાતના ઉત્પાદન બનાવે છે. 890 રૂપિયાનો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય.

એસ્કોર્ટસ- એસ્કોર્ટસ ખેતી સાથે જોડાયેલા મશીન, ટ્રેકટર્સ અને ઉપકરણ બનાવે છે. મોનસૂન સારુ રહે તો કંપનીના વેચાણમાં વધારો થશે. રૂપિયા 1380થી 1390 રૂપિયાનો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય

કાવેરી સીડ- આ કંપનીના માથે કોઇ દેવું નથી. આ કંપની હાઇબ્રિડ સીડસના રિસર્ચ, પ્રોડકશન, પ્રોસેસીંગ અને માર્કેટીંગના બિઝનેસમાં છે. મોનસૂન સામાન્ય રહે તો હાઇબ્રિડસની માંગ વધશે. રૂપિયા 740થી 750નો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય.

નેશનલ ફર્ટિલાઇઝર-જિઓજીત ફાયનાન્શીલ સર્વિસીઝના હેડ વિનોદ નાગરનું કહેવું છે કે સરકારી કંપની નેશનલ ફર્ટિલાઇઝરની પહોંચ બાયો ફર્ટિલાઇઝર અને યૂરિયા સેગમેન્ટમાં છે. જો મોનસૂન સામાન્ય રહે તો જૂનથી સપ્ટેમ્બર મહિનામાં કંપનીને સારો ફાયદો થઇ શકે. રૂપિયા 79નો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય.

હિંદુસ્તાન યૂનિલીવર- વિનોદ નાગરનું કહેવું છે કે મોનસૂનનું સારું રહેવું એ હિંદુસ્તાન યૂનિલીવર જેવી એફએમસીજી કંપનીઓ માટે ફાયદાકાર છે. કારણકે તેમની માગ આ સમયમાં વધે છે. વરસાદ સારો રહેવાને કારણે ખેડુતો પાસે ખર્ચ કરવા જેટલા પૈસા આવે છે જેનો ફાયદો મળે છે. રૂપિયા 2580નો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય.

હીરો મોટર કોર્પ- લગાતાર છેલ્લાં 3 વર્ષથી મોનસૂન સામાન્ય રહેવાને કારણે હીરો મોટર જેવી કંપનીઓની ડિમાન્ડ વધી છે. હીરો મોટરનો માર્કેટ શેર ગામડાઓમાં વધારે છે.રૂપિયા 3345નો ટાર્ગટ રાખીને આ શેર ખરીદી શકાય.

 

 

 

 

 

 

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp