આ શેરમાં બે દિવસમાં 34 ટકાનો કડાકો, શેરની કિંમત ગગડતા રોકાણકારો પરેશાન

PC: indiatoday.in

IRCTCના શેરોમાં જોરદાર કડાકાને લીધે રોકાણકારો હતાશ છે. સતત બીજા દિવસે બુધવારે શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આજે શેરમાં 19 ટકાનો ઘટાડો આવ્યો. હવે રોકાણકારો વિચારી રહ્યા છે કે આ શેરને રહેવા દે કે વેચી દેવામાં આવે?

મંગળવારે 19 ઓક્ટોબરના રોજ IRCTCના શેરોમાં 15 ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે કારોબારના છેલ્લા દિવસે શેર BSE પર 8 ટકા ગગડીને બંધ થયો હતો. શેર મંગળવારે 5454.85 રૂપિયા પર બંધ થયો હતો. બુધવારે સવારે IRCTCના શેર ગગડીને 4909.40 રૂપિયા પર ખુલ્યો અને બિઝનેસના દિવસે લગભગ 20 ટકા સુધી તૂટી ગયો. શેર ન્યૂનતમ 4377.30 રૂપિયાની સપાટીએ પહોંચ્યો. બપોરે 2 વાગ્યે 18 ટકાના ઘટાડાની સાથે 4473 રૂપિયા પર વેપાર કરી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પાછલા એક મહિનામાં IRCTCના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી. 19 ઓક્ટોબરે શરૂઆતી કારોબારમાં IRCTCના શેરોમાં 6393 રૂપિયાનો પોતાનો ઓલટાઇમ હાઈ પણ ટચ કર્યું હતું.

બે દિવસમાં શેર લગભગ 25 ટકા ગગડી ચૂક્યો છે. આ ઘટાડા છતાં પાછલા એક મહિનામાં શેરે લગભગ 22 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે 6 મહિનામાં IRCTCના સ્ટોકે 175 ટકાનું રિટર્ન આપ્યું છે. 6 મહિના પહેલા આ શેર 1640 રૂપિયાનો હતો.

ઘટાડાનું કારણ શું

સીએનબીસી-આવાઝ અનુસાર રેલવેમાં રેગુલેટરની તૈયારી છે. RITESએ રેગુલેટર નિમવા પર રિપોર્ટ આપી છે. આ રિપોર્ટ પછી હવે કેબિનેટ નોટ બનશે. પ્રાઇવેટ ટ્રેનો માટે રેગુલેટરની ભલામણ છે. સૂત્રોથી મળેલી જાણકારી અનુસાર પેસેન્જર ટ્રેન પણ રેગુલેટરના દાયરામાં આવશે. માલભાડુ પણ તેની અંદર આવવાની સંભાવના છે.

તો પાછલા એક વર્ષમાં IRCTCના શેરે રોકાણકારોને 240 ટકાનું રિટર્ન રોકાણકારોને આપ્યું છે. IRCTCનો IPO 14 ઓક્ટોબર 2019ના રોજ 101 ટકાના શાનદાર પ્રીમિયમની સાથે 644 રૂપિયા પર લિસ્ટ થયો હતો. આજની તારીખમાં આંકલન કરીએ તો પાછલા બે વર્ષમાં લિસ્ટિંગ પછી આ સ્ટોકે લગભગ 700 ટકાનું જબરદસ્ત રિટર્ન આપ્યું છે. એટલે કે બે વર્ષમાં રોકાણકારોના પૈસા 7 ગણા થઇ ચૂક્યા છે.

નોંધ- અહીં આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ તજજ્ઞના પોતાના અંગત છે. માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવમાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp