ટાટા ગ્રુપના આ શેરોએ માત્ર 4 દિવસમાં બિગ બુલને કરાવી 1369 કરોડની કમાણી

PC: financialexpress.com

બિગ બુલ નામથી જાણીતા રાકેશ ઝુનઝુનવાલા માટે આ અઠવાડિયે ટાટા ગ્રુપના શેરો લકી સાબિત થયા છે. આ અઠવાડિયે માત્ર 4 દિવસમાં ટાટા ગ્રુપના શેરોમાં જોરદાર તેજી રહી છે. તેમના પોર્ટફોલિયોમાં સામેલ Indian Hotels, Tata Motors અને Titan Companyના શેરોમાં આ અઠવાડિયે 30 ટકાની તેજી રહી. આ તેજીમાં આ 3 શેરોમાં બિગ બુલે 1369 કરોડ રૂપિયા કમાઇ લીધા. જેમાં સૌથી વધારે 874 કરોડની કમાણી ટાઇટન કંપનીમાં થઇ છે. આ કંપનીના શેર 9 ટકા મજબૂત થયા તો ટાટા મોટર્સમાં 30 ટકા અને ઈન્ડિયન હોટલ્સમાં 13 ટકાની તેજી રહી છે.

દિગ્ગજ રોકાણકારના પોર્ટફોલિયોમાં કુલ 39 શેર છે. જેની કુલ વેલ્યૂ 25635 કરોડ રૂપિયા છે.

આ અઠવાડિયે 4 કારોબારી દિવસમાં ઈન્ડિયન હોટલ્સના શેરમાં 13 ટકાની તેજી આવી છે. શેર આ દરમિયાન 203 રૂપિયાથી વધીને 229 રૂપિયાના ભાવે પહોંચી ગયો. એટલે કે શેરમાં 26 રૂપિયાની તેજી આવી. તેમણે આ શેર દ્વારા 4 દિવસમાં 65 કરોડની કમાણી કરી લીધી.

ટાટા મોટર્સમાં આ અઠવાડિયે 4 દિવસોમાં જોરદાર તેજી રહી છે. પાછલા શુક્રવારથી બંધ ભાવથી શેરમાં 30 ટકાની તેજી રહી છે. આ દરમિયાન શેર 383 રૂપિયાથી વધીને 497 રૂપિયા પર પહોંચી ગયો. પ્રતિ શેર 114 રૂપિયાની તેજી રહી છે. બિગ બુલના પોર્ટફોલિયોમાં કંપનીના 37750000 શેર છે. આ હિસાબથી આ શેર દ્વારા ઝુનઝુનવાલાને 430 કરોડની કમાણી થઇ છે. 

ભારતના વોરેન બફેટ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાની ટાટા મોટર્સમાં 1.1 ટાકની ભાગીદારી છે. એમના પોર્ટફોલિયોમાં કંપનીના 37,750,000 શેર સામેલ છે. ગયા અઠવાડિયે પણ ટાટા મોટર્સના સ્ટોકમાં તેજીનો માહોલ હતો. શેરમાં તેજી પાછળ ટાટા મોટર્સનો વધતો બિઝનેસ છે. ટાટા મોટર્સની ઘણી ગાડીઓની ડિમાન્ડ વધતી જઇ રહી છે. તો કંપની ઈલેક્ટ્રિક વાહનો પર પણ ફોકસ કરી રહી છે. સપ્ટેમ્બરમાં ટાટાની બે કારો ટોપ 10 સેલિંગ કારોની લિસ્ટમાં છે. આ ઉપરાંત કંપની આ મહિને ટાટા પંચ લોન્ચ કરવા જઇ રહી છે.

ટાઇટન કંપનીમાં પણ આ અઠવાડિયાના 4 કારોબારી દિવસોમાં 9 ટકાની તેજી રહી છે. આ દરમિયાન શેર 2358 રૂપિયાથી વધીને 2563 રૂપિયા પર પહોંચી ગયો. પ્રતિ શેર 205 રૂપિયાની તેજી રહી. તેમના પોર્ટફોલિયોમાં ટાઇટન કંપનીના 42650970 શેર છે. આ હિસાબથી તેમણે ટાઇટન કંપનીના શેરથી 874 કરોડ રૂપિયા કમાઇ લીધા.  

નોંધ- અહીં આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ તજજ્ઞના પોતાના અંગત છે. માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવમાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp