આવતા સપ્તાહમાં શેર બજારમાં કમાણી કરવા માટે આ ફેક્ટર્સ પર ધ્યાન રાખો

PC: economictimes.indiatimes.com

25મી નવેમ્બરના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન 1 ટકાની મજબૂતી સાથે માર્કેટ રેકોર્ડ સ્તર પર બંધ થયું. બજારને આગામી પોલીસી મીટિંગ્સમાં ફેડરલ રિઝર્વ તરફથી દરોના વધારામાં રફ્તાર સુસ્ત કરવાના સંકેત, તેલની કિંમતોમાં ઘટાડો, વિદેશી રોકાણકારોની ખરીદી અને અમેરિકન બોન્ડ યીલ્ડમાં ઘટાડો આવતા સેન્ટીમેન્ટ્સ મજબૂત થવાથી સપોર્ટ મળ્યો. BSE સેન્સેક્સ 600 પોઇન્ટ કરતા વધારે વધીને 62294 પર અને નિફ્ટી50 200 પોઇન્ટથી વધારે ઉછળીને 18513 પર બંધ થયું. જ્યારે, નિફ્ટી મિડકેપ 100 અને સ્મોલકેપ 100 બન્નેમાં 2 ટકાથી વધારેની મજબૂતી નોંધવામાં આવી.

એક બજાર નિષ્ણાંત અનુસાર, શોર્ટ ટર્મમાં બજારમાં ઉતર ચઢને જોતા, મજબૂત ફંડામેન્ટલ ટ્રિગર્સની અછતને જોતા તેજી સીમિત રહેશે. ફેડ ચેરમેનની સ્પીચ આગામી સપ્તાહમાં થશે અને અન્ય મહત્વના મેક્રોઇકોનોમિક ડેટાની અસર બજારની ચાલ પર અસર કરશે. આગામી સપ્તાહમાં 10 ફેક્ટર્સ બજારને પ્રભાવિત કરી શકે છે.

આ બુધવારે GDPના ક્વાર્ટરલી આંકડા જારી થવા જઇ રહ્યા છે. વધારે પડતા એક્સપર્ટ્સ સપ્ટેમ્બર 2022માં સમાપ્ત થયેલા ક્વાર્ટરમાં 6 ટકાથી વધારે ગ્રોથની આશા કરી રહ્યા છે. બાર્કલીઝના હેડે કહ્યું છે કે, અમે બીજા ક્વાર્ટરમાં વાર્ષિક આધાર પર 6.4 ટકા ગ્રોથની આશા રાખીએ છીએ. તેના સિવાય GDP, ફિસ્કલ ડેફિસિટ અને ઓક્ટોબરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટના ડેટા પણ બુધવારે જારી થશે. નવેમ્બરના S&P ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ PMI ડેટા ગુરુવારે આવશે.

આવતા સપ્તાહના અંતમાં જારી થનારા ગાડીઓના માસિક વેચાણના ડેટા પર પણ બજારની નજર રહેશે. કોમર્શિયલ વ્હીકલ્સની ડિમાન્ડ નવેમ્બરમાં પણ જારી રહેવાનું અનુમાન છે, જ્યારે, સેમીકન્ડક્ટર સપ્લાઇમાં સુધારાથી પેસેન્જર વ્હીકલ સેલ્સમાં સુધારાનું અનુમાન છે. જોકે, ફેસ્ટિવ સીઝન બાદ ટુવ્હીલર ડિમાન્ડમાં સ્થાયિત્વ પર પણ બજારની નજર રહેશે. આ પ્રકારે, ટાટા મોટર્સ, મારુતી સુઝુકી ઇન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઇશર મોટર્સ, હીરો મોટોકોર્પ, અશોક લેલેન્ડ, TVS મોટર્સ, બજાજ ઓટો વગેરે શેર ચર્ચામાં રહેશે.

ગયા સપ્તાહમાં બજારમાં તેજીનું એક કારણ તેલની કિંમતોમાં ઘટાડો રહ્યો. તેનાથી મોંઘવારી અને ફિસ્કલ ડેફિસીટમાં ઘટાડાની આશા છે. એક્સપર્ટ્સે કહ્યું કે, તેનાથી RBIને પણ રાહત મળી શકે છે અને તે દરોના વધારામાં ઘટાડો લાવી શકે છે. સાપ્તાહિક આધાર પર ઇન્ટરનેશનલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રુડ ફ્યુચર્સ 4.5 ટકા તુટીને 83.63 ડોલર પ્રતિ બેરલ પર સેટલ થયું હતું.

ગ્લોબલ ડેટા

આવતા સપ્તાહમાં બજારની નજર આ મુખ્ય ગ્લોબલ ઇકોનોમિક ડેટા પર રહેશે

FII ડેટા

નવેમ્બર મહિનામાં વિદેશી રોકાણકારો તરફથી સારી ખરીદીથી બજારનો ભરોસો વધ્યો છે. એક્સપર્ટ્સનું માનવું છે કે, FIIની આ ચાલ આગળ પણ ચાલુ રહી શકે છે. વિદેશી રોકાણકારોએ નવેમ્બરમાં અત્યાર સુધી 24700 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે, જ્યારે પાછલા મહિને 8400 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી.

IPO

આવતા સપ્તાહમાં બે કંપનીઓના 1 હજાર કરોડ રૂપિયાના IPO ખુલશે. એગ્રોકેમિકલ કંપની ધર્મજ ક્રોપનો 251 કરોડ રૂપિયાનો IPO  28-30ની નવેમ્બરની વચ્ચે ખુલશે. આ IPO હેઠળ 216 કરોડ રૂપિયાના નવે શેર જારી કરવામાં આવશે અને 35 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ વિંડો હેઠળ જારી થશે. ઇશ્યુ માટે 216-237 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ અને 60 શેરોની લોટ સાઇઝ ફિક્સ કરવામાં આવી છે. શેરોનું એલોટમેન્ટ 5મી ડિસેમ્બર અને લિસ્ટિંગ 8મી ડિસેમ્બરના રોજ થશે.

ઇનજીનિયર્ડ સિસ્ટમ બનાવનારી યૂનીપાર્ટ્સ ઇન્ડિયાનો 836 કરોડ રૂપિયાનો IPO 30મી નવેમ્બરથી 2જી નવેમ્બરના રોજ ખુલશે. આ ઇશ્યુ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલનો છે. આ ઇશ્યુ માટે પ્રાઇસ બેન્ડ 548-577 રૂપિયા છે. શેરોનું એલોટમેન્ટ 7મી ડિસેમ્બર અને લિસ્ટિંગ 12મી ડિસેમ્બરના રોજ થશે.

ટેક્નિકલ વ્યુ

નિફ્ટી50એ ડેલી ચાર્ટ પર ડોજી પેટર્ન બનાવી છે, સાથે જ કંસોલિડેશન બાદ તેજી સાથે બંધ આવ્યું છે. ઇન્ડેક્સ પહેલી વખત રેકોર્ડ 18500ની ઉપર બંધ આવ્યું છે. RSI અને MACD પણ પોઝિટિવ સંકેત આપી રહ્યા છે. એક્સપર્ટ્સ અનુસાર, આવતા સપ્તાહમાં 18604ના રેકોર્ડ હાઇ તરફ જવા માટે 18450થી 18500નું ઝોન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. 18100 પર સારો સપોર્ટ છે.

F&O ડેટા

ડિસેમ્બર માટે ઓપ્શન ડેટાથી સંકેત મળી રહ્યા છે કે, માર્કેટ પાર્ટિસિપેન્ટ્સ 19000ના સ્તર માટે મોટો દાંવ લગાવી શકે છે. જ્યારે, 18000 પર મહત્વનો સપોર્ટ રહેશે. કોલ અને પુટ સ્ટ્રાઇક્સમાં ભારે ઓપન ઇન્ટરેસ્ટ છે, જેનાથી બજાર એક રેન્જમાં રહી શકે છે. સૌથી વધારે કોલ બેઝ 18500ની સ્ટ્રાઇક પર છે જ્યારે પુટ બેઝ 18300ની સ્ટ્રાઇક પર છે.

વોલેટિલિટી ઇન્ડેક્સ

નવેમ્બર મહિનામાં ઉતર ચઢ ઓછી થઇ છે, જે 17થી ઘટીને 13 પર આવી ગયું છે. તે એક વર્ષના નીચલા સ્તર પર છે. સપ્તાહ દરમિયાન India VIX 7.37 ટકા ઘટીને 13.33ના સ્તર પર આવી ગયું છે, જેનાથી બુલ્સ રાહતના શ્વીસ લઇ રહ્યા છે.

કોર્પોરેટ એક્શન

આવતા સપ્તાહમાં બજારની નજર મહત્વના કોર્પોરેટ એક્શન પર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp