મુકેશ અંબાણી 30 વર્ષમાં પ્રથમ વખત રાઇટ્સ ઇશ્યૂ લાવી રહ્યાં છે

PC: financialexpress.com

દેશનું અર્થતંત્ર લોકડાઉન થયેલું છે ત્યારે ભારતના સૌથી ધનિક વ્યક્તિ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ મુકેશ અંબાણી 30 વર્ષમાં પ્રથમ વખત રાઇટ્સ ઇશ્યૂ લાવી રહ્યાં છે. 30 એપ્રિલ 2020ના દિવસે મળી રહેલી બોર્ડ મીટિંગ દરમિયાન આ નિર્ણયની પુષ્ટિ થઈ શકે છે. કંપનીનું લક્ષ્ય દેવું મુક્ત રહેવાનું છે. કંપની પર હાલ 1.75 લાખ કરોડનું દેવું છે. જેમાં તેના શેર ધારકોને રૂ.1 લાખ કરોડ ઓફર કરીને પૈસા ભેગા કરવામાં આવે તો નવાઈ નહીં.

સોશિયલ મીડિયા કંપની ફેસબુક સાથે રૂ. 43,000 કરોડમાં જીઓના શેર વેચ્યા હતા.

હવે, રિલાયન્સનો રાઇટ્સ ઇશ્યૂ આશ્ચર્યજનક નિર્ણય છે. માર્ચ 2021 સુધીમાં કંપનીને સંપૂર્ણ દેવામાં મુક્ત કરવામાં મદદ કરશે. કંપની પર હાલમાં લગભગ 22 અબજ ડોલરનું દેવું છે. મુકેશ અંબાણીએ તાજેતરમાં કંપનીની વાર્ષિક બેઠકમાં કહ્યું હતું કે નવા નાણાકીય વર્ષના અંત સુધીમાં દેવું મુક્ત કંપની કરવાની છે. 1.75 લાખ કરોડ રૂપિયા.

સાઉદી તેલ કંપની આરામકોને રિલાયન્સનો હિસ્સો વેચવાનો હતો તે હાલ નક્કી થઈ શક્યું નથી.  આવી સ્થિતિમાં રિલાયન્સે રાઇટ્સ ઇશ્યૂ દ્વારા ફંડ એકઠું કરવાનો નિર્ણય કર્યો છે. હકીકતમાં, જ્યારે રિલાયન્સે 2016 માં જિઓની શરૂઆત કરી હતી, ત્યારે મોટી લોન લેવી પડી હતી.

ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોનાને કારણે બધી જ મોટી કંપનીઓને તકલીફ પડી છે. અર્થતંત્રનો વિકાસ દર ઘટી રહ્યો છે ત્યારે રિલાયન્સે આવા સમયમાં પણ સ્ટ્રેટેજિક નિર્ણય લઇને બધાને ચોંકાવ્યા છે. ફેસબુક સાથે કરાર કરીને કંપનીએ બતાવ્યું છે કે પરિસ્થિતિ કેવી પણ હોય કામ ચાલતું રહેવું જોઇએ. શો મસ્ટ ગો ઓન. ખબર તો એવી પણ આવી રહી છે દેશમાં 5 જીનું ટેસ્ટિગં પણ ટૂંક સમયમાં શરૂ થઇ જશે છે જે ઇન્ટરનેટની સ્પીડ ખૂબ જ વધારી દેશે. કંપનીએ પોતાની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 5 ટેસ્ટિંગની પરવાનગી સરકાર પાસે માગી છે.  આમ લોકડાઉન ખૂલવાની સાથે રિલાયન્સ તો તેની ગતિ કદાચ અગાઉ કરતા પણ વધારે કરી દે તો નવાઇ નહીં. 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp