એક જ મહિનામાં આ શેરનો ભાવ 52 ટકા વધ્યો, શું હજુ વધી શકે?

PC: zeebiz.com

પીરામલ એન્ટરપ્રઇઝનો શેર ફેબ્રુઆરી મહિનામાં 52 ટકા જેટલો વધી ગયો. કંપનીના નાણાંકીય બિઝનેસમાં મોટો સુધારો જોવા મળ્યો છે. DHFLના સંપાદન પછી કંપની રિટેલ ડેબ્ટ અને ઝડપથી સુધરી રહેલા પ્રોપર્ટી માર્કેટમાં સામેલ થવાની છે. આવનારા સમયમાં આ શેરમાં તેજી ચાલું રહેવાની શકયતા દેખાઇ રહી છે. કંપની પોતાના ફાર્મા વિભાગને અલગથી લિસ્ટીંગ કરાવવાનું વિચારી રહી છે. નાણાકીય વર્ષ 2021-22 માટે કંપની મેનેજમેન્ટે ફાર્મા બિઝનેસ માટે 15 ટકા ઓર્ગેનિક ગ્રોથનો અંદાજ લગાવ્યો છે જે ચાલું નાણાંકીય વર્ષના પહેલા 9 મહિનામાં માત્ર 1 ટકો જ હતો. કંપનીનો ગ્રોથ જતા વધુ તેજીની શકયતા  છે.

એવી ધારણા છે કે ફાર્મા સેગમેન્ટમાં માર્જિન 22 ટકાથી વધારે રહેશે. ફાર્મા બિઝનેસથી કંપનીને કુલ 22 ટકા  આવક મળે છે. પિરામલ એન્ટરપ્રાઇઝ ડ્રગ લાઇફસાયકલ,ડિસ્કવરી, વિકાસ, કલિનિકલ કર્મશિયલ મેન્યુફેકચરીંગ અને ફોર્મુલેશનમાં સક્રીય છે.

કંપનીનું ફોકસ કોન્ટ્રેકટ ડેવલપમેન્ટ અને મેન્યુફેકચરીંગ ઓર્ગેલાઇઝેશન (CDMO) બનવા પર છે, જેને કારણે ગ્રોથ વધારે સારો રહી શકે છે. ગત વર્ષે કંપનીએ તેના 5400 કરોડ રૂપિયાની ફાર્માની આવકમાંથી 60 ટકા આવક આમાંથી જ મેળવી હતી. વૈશ્વિક સ્તરે CDMOનું માર્કેટ 60 અરબ ડોલર એટલે કે 4.3 લાખ કરોડ રૂપિયાનું છે.

કંપનીના ફાર્મા બિઝનેસમાં બીજી મોટી હિસ્સેદારી હોસ્પિટલ જેનેરિક દવાઓની છે, જેમાંથી 34 ટકા રેવેન્યૂ આવે છે. કંપનીના 27 પ્રોજકટ પાઇપ લાઇનમાં છે, જેનું માર્કેટ 6 અરબ ડોલર એટલે કે 43,200 કરોડ રૂપિયાનું છે. બાકીની ફાર્મા રેવેન્યૂ ઓવર ધ ટોપ (OTC) સેગમેન્ટમાંથી આવે છે. નાણાકીય વર્ષ 2020-21માં જેનેરિક બિજનેસમાં જોવા મળેલો 14 ટકાનો ઘટાડો ફાર્મા સેગમેન્ટના ગ્રોથ પર હાવી રહ્યો. બીજી તરફ CDMO અને OTC બિઝનેસમાં ક્રમશ 10 ટકા અને 12 ટકાનો વધારો જોવા મળ્યો જો પીરામલનો ફાર્મા બિઝનેસ 20 ગણા વેલ્યૂએશન સુધી પહોંચી જાય તો તેની વેલ્યૂએશન 33,500 કરોડ થઇ જશે. અત્યારે કંપનીના ટોટલ વેલ્યૂએશન 44,800 કરોડ રૂપિયા છે.શેરબજારના જાણકારોનું કહેવું છે કે પિરામલ એન્ટરપ્રાઇઝ નો શેર અત્યારે 1925ના આજુબાજુ ચાલી રહ્યો છે. કંપનીનો ગ્રોથ જોતા અને નવા ડેવલપમેન્ટને કારણે આ શેરમાં હજુ તેજીની શકયતા જળવાયેલી રહેશે એવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp