રાધાકૃષ્ણ દામાણીએ આ કંપનીમાં ખરીદી 0.05% હિસ્સેદારી

PC: indiatimes.com

દિગ્ગજ નિવેશક રાધાકૃષ્ણ દામાણીએ કોચિન શિપયાર્ડમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. તેમણે આ કંપનીમાં આશરે અડધા ટકા જેટલા હિસ્સાની ખરીદી કરી છે. NSEમાં બલ્ક ડીલના આંકડાઓ પરથી આ જાણકારી મળી છે. દામાણી રિટેલ કંપની ડીમાર્ટના સૌથી મોટા પ્રમોટર છે. રાધાકૃષ્ણ દામાણીએ કોચિન શિપયાર્ડના 6.9 લાખ શેર ખરીદ્યા છે. આ સોદો પ્રતિ શેર 349.14 રૂપિયાના ભાવે કરવામાં આવ્યો છે. બલ્ક ડીલના ડેટામાં આ શેરોને વેચનારનું નામ જણાવવામાં નથી આવ્યું. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 6 મહિનાઓમાં કોચિન શિપયાર્ડના શેરમાં 41.2 ટકાની તેજી આવી છે.

ગુરુવારે કોચિન શિપયાર્ડના શેરના ભાવ 9.85 ટકા વધીને 359.05 રૂપિયા પર બંધ થયા હતા. શુક્રવારે કોચિન શિપયાર્ડના શેરના ભાવ NSE પર 0.93 ટકાની મજબૂતીની સાથે 362.90 રૂપિયા ચાલી રહ્યો હતો.

કોચિન શિપયાર્ડ સરકારી કંપની છે. જે દેશમાં સમુદ્રી જહાજ બનાવવા અને તેની સારસંભાળ (મેન્ટેનન્સ) કરનારી સૌથી મોટી કંપની છે. તેની શરૂઆત વર્ષ 1972માં થઈ હતી. તેમાં આશરે 1800 કર્મચારી કામ કરે છે. દામાણી દેશના મોટા નિવેશકોમાં સામેલ છે. તેઓ પોતાની કંપની બ્રાઈટ સ્ટાર ઈન્વેસ્ટમેન્ટના માધ્યમથી શેરોમાં નિવેશ કરે છે. સામાન્યરીતે તે લાંબી અવધિ માટે શેરોમાં નિવેશ કરે છે. કોઈ કંપનીમાં તેના નિવેશથી તે કંપનીની મજબૂત બુનિયાદી સ્થિતિના સંકેત મળે છે.

રાધાકૃષ્ણ દામાણી મીડિયા અને માર્કેટિંગની ગતિવિધિઓથી દૂર રહે છે અને વધુ સોશિયલ પણ નથી. માર્ચ 2017માં એવેન્યૂ સુપરમાર્કેટના IPO આવ્યા બાદથી તેમને ભારતના રિટેલ કિંગ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે વર્ષ 2002માં મુંબઈના એક ઉપનગરીય વિસ્તારમાંથી રિટેલ વ્યવસાયની શરૂઆત કરી હતી. આ ઉપરાંત, તમ્બાકૂથી લઈને બીયર ઉત્પાદન સાથે સંકળાયેલી તમામ કંપનીઓમાં દામાણીએ શેર ખરીદી રાખ્યા છે. તેઓ મુંબઈના અલીબાગમાં 156 રૂમો ધરાવતા બ્લૂ રિસોર્ટના માલિક છે. 65 વર્ષીય દામાણી 2002માં રિટેલ બિઝનેસમાં ઉતર્યા અને મુંબઈમાં પહેલો સ્ટોર ખોલ્યો. હવે હાલના સમયમાં તેમના 200 સ્ટોર છે અને આશરે 1.5 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ છે. ભારતના વોરન બફેટ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાના મેન્ટોર પણ રાધાકૃષ્ણ દામાણી જ છે. આ નાણાકીય વર્ષના ત્રિમાસિકમાં એવેન્યૂ સુપરમાર્કેટના નફામાં 53.3 ટકાનો જબરદસ્ત વધારો થયો છે. કંપનીએ આ દરમિયાન 394 કરોડ રૂપિયાનો નફો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp