9 લાખ કરોડના બજાર મૂડીકરણવાળી પહેલી કંપની બની રિલાયન્સ

PC: intoday.in

ભારતની સૌથી મોટી કંપની RIL 9 લાખ કરોડ રૂપિયાના બજાર મૂડીકરણ વાળી કંપની બની ગઈ છે. આ ભારતની પહેલી કંપની છે જેનું બજાર મૂડીકરણ 9 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

9.01 લાખ કરોડ થયું કંપનીનું વેલ્યૂએશનઃ

અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે રિલાયન્સના શેરમાં 1.7 ટકાનો વધારો થવાથી કંપનીનું વેલ્યૂએશન વધીને 9.01 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. શુક્રવારે રિલાયન્સનો શેર 1404ના સ્તરે ખૂલ્યો. પાછલા કારોબારી દિવસે તે 1.396.50ના સ્તરે બંધ થયો હતો. આ વર્ષે કંપનીનો શેર 27 ટકા રિટર્ન આપી ચૂક્યો છે.

બીજા સ્થાને TCS

મુકેશ અંબાણીની રિલાયન્સ પછી બજાર મૂડીકરણના મામલે દિગ્ગજ IT કંપની TCS બીજા સ્થાને છે. તેનું વેલ્યૂએશન 7.67 લાખ કરોડ રૂપિયા છે.

વેલ્યૂએશનના હિસાબે ભારતની ટોચની 5 કંપનીઓઃ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી- 9 લાખ કરોડ રૂપિયા

TCS- 7.67 લાખ કરોડ રૂપિયા

HDFC બેંક- 6.71 લાખ કરોડ રૂપિયા

HUL- 4.58 લાખ કરોડ રૂપિયા

HDFC- 3.59 લાખ કરોડ રૂપિયા

ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીઃ

ફોર્બ્સની ભારતના 100 સૌથી અમીર લોકોની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. સતત 12માં વર્ષે તેમણે આ સ્થાન મળ્યું છે. તેમની કુલ સંપત્તિ 51.4 બિલિયન ડૉલર એટલે કે 5140 કરોડ ડૉલર છે. ગયા વર્ષના મુકાબલે તેમાં 40 લાખ ડૉલરનો વધારો થયો છે.

રિલાયન્સનો રૅકોર્ડઃ

આ પહેલા જાન્યુઆરીમાં 10,000 કરોડ રૂપિયાના નફાવાળી રિલાયન્સ દેશની પહેલી ખાનગી કંપની બની ગઈ હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં કંપનીનું બજારમાં મૂડીકરણ 8 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. જુલાઈ 2018માં કંપનીએ 11 વર્ષ પછી 100 અરબ કરોડ ડૉલરનું વેલ્યૂએશન હાંસલ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp