IRCTC પછી આ બેંક કાર્ડના IPO ખરીદવા માટે તૈયાર રહો, થઈ જશો માલામાલ

PC: tosshub.com

ગયા વર્ષે IRCTCના IPOએ રોકાણકારોને માલામાલ કરી દીધા. હવે લોકો આ બેંકના કાર્ડ્સના IPOની રાહ જોઈ રહ્યા છે. જાણકારો માને છે કે આ બેંક કાર્ડના IPOમાં રોકાણ કરવું સારો વિકલ્પ હોઈ શકે છે. તેનાથી જોડાયેલી એક મોટી ખબર સામે આવી છે.

SBI કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસિસનો IPO માર્ચની શરૂઆતમાં લાવવાની તૈયારી છે. પહેલા તે ફેબ્રુઆરીમાં આવશે તેની ખબર હતી. શેર બજારને રેગ્યુલેટ કરનારી SEBIએ SBI કાર્ડના IPO લાવવાની મંજૂરી આપી દીધી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, આ IPOથી કંપની 9,000-10,000 કરોડ રૂપિયાની રકમ ભેગી કરી શકે છે. SBI કાર્ડ્સ કંપની પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ કાર્લાઈલ ગ્રુપનો માલિકી હક છે.

કંપની પહેલા પોતાના એંકર ઈન્વેસ્ટર્સ માટે શેર બહાર પાડશે. ત્યાર બાદ માર્ચના પહેલા અઠવાડિયામાં IPO લોન્ચ કરશે. કંપનીના IPOને મેનેજ કરવાની જવાબદારી કોટક મહિન્દ્રા કેપિટલ, એક્સિસ કેપિટલ, BofA સિક્યોરિટીઝ, HSBC, નોમુરા અને SBI કેપિટલ માર્કેટ્સ પર છે.

SBIના ક્રેડિટ કાર્ડ માર્કેટમાં 18 ટકાની હિસ્સેદારી ધરાવે છે. SBI કાર્ડ 9.46 મિલિયન ક્રેડિટ કાર્ડની સાથે દેશમાં બીજી સૌથી વધારે ક્રેડિટ કાર્ડ બહાર કાઢનારી બેંક છે. જાણકારો અનુસાર, SBI કાર્ડના IPO IRCTCથી પણ વધારે સફળ થશે.

SBI કાર્ડ શું છે

SBI કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસિસ લિમિટેડ, SBIની ક્રેડિટ કાર્ડ યૂનિટ છે. SBI કાર્ડમાં દેશની સૌથી મોટી બેંક SBIની કુલ 74 ટકા હિસ્સેદારી છે. બાકીના 26 ટકા હિસ્સો અમેરિકન ઈક્વિટી ફર્મ કાર્લાઈલ ગ્રુપની પાસે છે.

ગયા વર્ષે IRCTCનો IPO આવ્યો હતો. 10 રૂપિયાના અંકિત મૂલ્યના શેરનું આધાર મૂલ્ય 315 થી 320 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. આ IPOને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. BSEમાં 644 રૂપિયા પર લિસ્ટિંગ થયું હતું અને આજની તારીખમાં આ શેરનો ભાવ 1600 રૂપિયાથી વધારે પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp