નાણામંત્રીની જાહેરાત બાદ શેરબજાર ખુશખુશાલ, 1 કલાકમાં બનાવ્યા 5 લાખ કરોડ

PC: indianexpress.com

સ્થાનિક કોર્પોરેટ અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)ને નાણાંમંત્રી નિર્મલા સીતારમણની રાહતની મોટી જાહેરાતને કારણે શેર બજારમાં જાણે નવરાત્રી પહેલા જ દિવાળી આવી ગઇ હોય તેવો માહોલ સર્જાયો છે. શેરબજારમાં રોકાણકારો કોર્પોરેટ ટેક્સ ઘટાડાથી ખુશ થયા અને કેપિટલ ગેઇન ટેક્સ સરચાર્જની એક કલાકની અંદર રૂ. 5 લાખ કરોડ બનાવી લીધાં હતા.

બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE)ના ડેટા અનુસાર, ઘોષણા પછી તરત જ બજાર ચઢવાનું શરૂ થયું અને ટૂંક સમયમાં માર્કેટ કેપિટલાઇઝેશન (એમકેપ) 143.45 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું જે ગુરૂવારે 138.54 લાખ કરોડ પર બંધ થયું હતું. BSEનો સેન્સેક્સ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. સેન્સેક્સમાં આશરે 10 વર્ષ પહેલા એક દિવસમાં 2000 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી -50 પણ 500 થી વધુ પોઇન્ટ ઉમેરીને, 11,250 ને પાર કરી ગયો, જે 10 વર્ષમાં પ્રથમ વખત ઇન્ટ્રાડે સૌથી ઉંચો છે.

વિશ્લેષકો કહે છે કે આ જાહેરાત નિફ્ટીના શેર દીઠ આવક (ઇપીએસ) ને અસર કરશે. કાર્વી સ્ટોક બ્રોકિંગ ફર્મના સીઈઓ રાજીવસિંહે કહ્યું કે, બેન્કિંગ, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓટો કંપનીઓને સૌથી વધુ ફાયદો થશે. 15% ટેક્સ હોવાને કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટર વધુ આકર્ષક બનશે. વિશ્વભરમાં વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની ઘોષણા કરવામાં આવી છે. કેપિટલ માર્કેટમાં ફંડના પ્રવાહને પ્રવાહને વેગ આપવા માટે નાણાં પ્રધાને કહ્યું હતું કે બજેટમાં વધારવામાં આવેલો સરચાર્જને ઇક્વિટી શેરના વેચાણથી થતી આવક પર ચૂકવણી કરવાની રહેશે નહીં. આ છૂટમાં ડેરિવેટિવ્ઝમાં વેપાર કરતા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) ને પણ આવરી લેવામાં આવશે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp