એક્ઝિટ પોલના પરિણામોને કારણે શેર બજારમાં ઉછાળો, સેન્સેક્સ અને રૂપિયામાં મજબૂતી

PC: indiatimes.com

લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામ રવિવારે સાંજે જાહેર થયા બાદ સોમવારે તેની અસર શેર બજારમાં જોવા મળી. સોમવારે ખુલેલા શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સમાં આશરે 900 રૂપિયાનો વધારો જોવા મળ્યો, જ્યારે નિફ્ટીમાં 200 રૂપિયાની તેજી જોવા મળી છે. શેરબજારની સાથે જ આજે રૂપિયામાં પણ મજબૂતી જોવા મળી છે. 73 પૈસાની મજબૂતી સાથે રૂપિયો 69.49 પર ખુલ્યો છે. સેન્સેક્સ 888.91 અંકોની તેજી સાથે 38819.68 અંકો પર તો નિફ્ટી 284.15 અંકોના વધારા સાથે 11691.30 પર ખુલ્યું.

શેર માર્કેટમાં ઉછાળાનું કારણ, બજારના જાણકારો એક્ઝિટ પોલમાં NDAને મળતી બહુમતને માની રહ્યા છે. જણાવી દઈએ કે, રવિવારે જાહેર કરવામાં આવેલા લગભગ તમામ ચેનલોના એક્ઝિટ પોલમાં BJPના નેતૃત્વવાળી NDAને બહુમત મળતું દેખાઈ રહ્યું છે. લગભગ તમામ ચેનલોના એક્ઝિટ પોલમાં NDAને 280થી વધુ સીટો મળતી દેખાઈ રહી છે. જ્યારે UPAને 120-130ની આસપાસ સીટો મળતી દેખાઈ રહી છે.

જણાવી દઈએ કે, આ વખતે દેશમાં 7 ચરણોમાં લોકસભા ચૂંટણી થઈ છે. છેલ્લાં ચરણની ચૂંટણીમાં 59 સીટો પર રવિવારે વોટિંગ પૂર્ણ થયું. હવે મતોની ગણતરી 23 મેના રોજ થશે અને તે દિવસે જ સ્પષ્ટ થશે કે દેશમાં કઈ પાર્ટીની સરકાર બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp