શેર માર્કેટ ઐતિહાસિક ઊંચાઈ પર, સેન્સેક્સ 40,000ને પાર

PC: newsxplive.com

ચીન અને અમેરિકા વચ્ચે વ્યાપારી સંબંધ સુધરતા ભારતીય માર્કેટને સકારાત્મક અસર થઈ છે. ભારતીય શેર માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો છે. શુક્રવારે સવારે માર્કેટ ખુલતા સેન્સેક્સમાં 100 અંકની ગતિથી 41,800ના સ્તર સુધી બજાર પહોંચી ગયું હતું. જ્યારે નિફ્ટીમાં 30 અંકના વધારા સાથે 12,290 અંક પાર થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીનો આ સૌથી ઊંચો અંક હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે આ માર્કેટની શરૂઆત થઈ ત્યારે 3 ટકા વધારો જોવા મળ્યો હતો. જ્યારે હીરો મોટોકોર્પ, SBI, વેદાંતા, કોટક બેન્ક, ટેક મહેન્દ્રા, HDFC અને ITCના શેરમાં થોડી મંદી જોવા મળી હતી.

શેર બજારમાં આવેલી આ તેજી વચ્ચે એક એવી પણ આશા રાખવામાં આવે છે કે, શુક્રવારે સેન્સેક્સ 42000 પોઈન્ટને પણ વટાવી શકે એમ છે. તા. 26 નવેમ્બર 2019ના રોજ સેન્સેક્સે પ્રથમ વખત 41000ની સપાટી પાર કરી હતી. જ્યારે તા.23 મે 2019ના રોજ 40 હજારની સપાટી પાર કરી હતી. 23 મે ના રોજ લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. તેથી માર્કેટમાં તેજી જોવા મળી હતી. માર્કેટ નિષ્ણાંતોના મંતવ્ય અનુસાર અમેરિકા અને ચીન વચ્ચેની વ્યાપાર સ્પર્ધા હવે ખતમ થવા પર છે. જેના કારણે ગ્લોબલ માર્કેટમાં તેજીની અસર જોવા મળી રહી છે. આ સિવાય આર્થિક સુધારાને યથાવત રાખવા માટે વિદેશી રોકાણકારોમાં સતત એક ખરિદીન માહોલ જોવા મળી રહ્યો છે.

જેના કારણે શેર બજારમાં સતત પારો ઉપર ચડતો જાય છે. આવનારા બજેટમાં રોકાણકારોને આકર્ષિક કરવા માટે અનેક નવી નીતિનું એલાન થઈ શકે એમ છે. ગત ગુરૂવારે પણ શેર માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. BSEના મુખ્ય 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 115.35 અંક એટલે કે 0.28 ટકા તેજી સાથે 41673 અંકની સર્વોચ્ચ સપાટીએ રેકોર્ડ બનાવ્યો હતો. માર્કેટમાં સૌથી વધુ તેજી યશ બેન્કના શેરમાં જોવા મળી હતી. બેન્કના શેર 6.74 ટકાની તેજી સાથે બંધ થતા રહ્યા હતા. ખાસ કરીને નવા રોકાણકારો માટે બજેટમાં કોઈ મોટી જાહેરાત થાય એવું નિષ્ણાંતો માની રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp