બજારે આજે ફરી નવો હાઇ બનાવ્યો, રોકાણકારોની સંપત્તિ એક દિવસમાં 1.32 લાખ કરોડ વધી

PC: hindustannewshub.com

ભારતીય શેર બજારે સોમવારે 28મી નવેમ્બરના રોજ સતત 5મા કારોબારી સેશનમાં તેજી જારી રહી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે, BSEના પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સે પાછલા દરેક રેકોર્ડ તોડી નાખ્યા છે અને 221.16 પોઇન્ટ ચઢીને પોતાનું સૌથી ઉંચુ સ્તર ટચ કર્યું છે. વિદેશી રોકાણકારો તરફથી રોકાણ ચાલુ રહેવાથી અને કાચા તેલની કિંમતોમાં ઘટાડો આવવાથી બજારમાં તેજીને સપોર્ટ મળ્યો છે. મેટલ છોડીને લગભગ દરેક સેક્ટર્સમાં સારી ખરીદી જોવા મળી છે. મિડકેપ, સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. તેની સાથે જ શેર બજારમાં રોકાણકારોની સંપત્તિમાં આજે લગભગ 1.32 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

ત્રીસ શેરો પર આધારિત BSE સેન્સેક્સ આજે 211.16 પોઇન્ટ એટલે કે, 0.34 ટકા વધીને 62504.80 પોઇન્ટ પર બંધ આવ્યું છે. આ તેનો નવો રેકોર્ડ હાઇ છે. કારોબાર દરમિયાન એક સમયે સેન્સેક્સ 407.76 પોઇન્ટ ચઢી ગયું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે, NSEનું ઇન્ડેક્સ નિફ્ટી50 પણ 50 પોઇન્ટ એટલે કે, 0.27 ટકાના વધારા સાથે 18562.75 પોઇન્ટના રેકોર્ડ સ્તર પર બંધ આવ્યું હતું.

આ તેજી સાથે, BSEમાં લિસ્ટેડ દરેક કંપનીઓનું કુલ માર્કેટ કેપ સોમવારે એટલે કે, 28મી નવેમ્બરના રોજ વદીને 285.89 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ પહેલા તે 25મી નવેમ્બરના રોજ 284.56 લાખ કરોડ રૂપિયા હતું. આ રીતે BSEમાં લિસ્ટેડ દરેક કંપનીઓના માર્કેટ કેપમાં આજે 1.32 લાખ કરોડ રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે.

સેન્સેક્સના શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધારે 3.48 ટકાની તેજી નોંધવામાં આવી છે. તેના સિવાય નેસ્લે ઇન્ડિયા, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફિનસર્વ, વિપ્રો, ICICI બેન્ક અને ઇન્ડસઇન્ડ બેન્કમાં પણ પ્રમુખ રૂપે તેજી જોવા મળી હતી. બીજી બાજુ ટાટા સ્ટીલ, HDFC બેન્ક, ભારતી એરટેલ, HDFC અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરો આજે સૌથી વધારે નુકસાનમાં રહ્યાં.

કાચા તેલની કિંમતોમાં ઘટાડો અને પેઇન્ટ શેરો પર તેની અસરની વાત કરીએ તો કાચા તેલની કિંમતોમાં ઘટાડાના કારણે શોર્ટ ટર્મમાં તો પેઇન્ટ શેરોમાં પૈસા બની શકે છે પણ લાંબા ગાળા અને મધ્યમ ગાળાના દૃશ્ટિકોણથી જોઇએ તો ગ્રાસિમ અને એક બીજાના નવા ખેલાડીઓ આ સેક્ટરમાં પગ મૂકવાથી આગળ કોમ્પિટીશન વધતું દેખાશે અને આ કંપનીઓના માર્જિન પર પણ દબાણ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp