ટ્રમ્પનું એલાનઃ ચીનથી પાછા લેશે અબજો ડૉલરના પેન્શન ફંડ, બર્બાદ થશે સ્ટોક માર્કેટ

PC: news24online.com

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની સામે સખત કાર્યવાહી કરતા ચીની સ્ટોક માર્કેટમાંથી અબજો ડૉલરના અમેરિકન પેન્શન ફંડને પાછા લેવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે પુષ્ટિ કરી છે કે, તેમનું પ્રશાસન ચીનમાંથી અબજો ડૉલરના અમેરિકી પેન્શન ફંડ પાછાં લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ટ્રમ્પના આ પગલાથી ચીનના સ્ટોક માર્કેટમાં ભારે નુકસાન થઈ શકે છે.

આ પહેલા અમેરિકાએ ચીન પર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અને સંશોધન કાર્યથી જોડાયેલી જાણકારી ચોરી કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, શું અમેરિકા ચીનના રોકાણમાંથી અબજો ડૉલરનું અમેરિકન પેન્શન કાઢી રહી છે, તો રાષ્ટ્રપતિએ કહ્યું કે, અબજો ડૉલર, અબજો...હાં, મેં તેને પાછું લઈ લીધું છે.

અન્ય એક સવાલમાં ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, શું તેઓ અમેરિકન શેર બજારમાં સૂચિબદ્ધ(લિસ્ટિંગ) થવા માટે ચાઈનીઝ કંપનીઓને દરેક શરતોનું પાલન કરવા મજબૂર કરશે. તો ટ્રમ્પે કહ્યું કે, અમે આ મામલે ખૂબ ધ્યાન આપી રહ્યા છે. આ ખૂબ જ આશ્ચર્યજનક છે, પણ આ મામલે એક સમસ્યા છે. માની લો કે, અમે આવું કરીએ છીએ, તો પછી તેઓ શું કરશે. તેઓ લંડન કે અન્ય સ્થાન પર તેને સૂચિબદ્ધ કરાવવા માટે જશે.

કમાણી શેર નથી કરતી ચાઈનીઝ કંપનીઓ

આરોપ છે કે, અલીબાબા જેવી ચાઈનીઝ કંપનીઓને ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરવામાં આવી છે. પણ તેઓ કમાણી શેર કરતા નથી, જે રીતે કોઈ અમેરિકન કંપની શેર કરે છે. અમુક રિપોર્ટ અનુસાર, ચીન એ અમેરિકન સાંસદોની સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમણે કોરોના વાયરસ પ્રકોપથી બચવા માટે બેદરકારીને લઈને ચીનની સામે પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ સેનેટમાં રજૂ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ પ્રકોપ પછી અમેરિકા અને ચીનની વચ્ચેના સંબંધો બગડ્યા છે. અમેરિકાએ કોરોનાને લઈને ચીનના અભિગમને લઈને નિરાશા વ્યક્ત કરી છે. કોરોના વાયરસે અત્યાર સુધીમાં અમેરિકામાં 80,000થી વધારે લોકોના મોત થયા છે.

ટ્રમ્પે ચીનની સાથે સંબંધો તોડવાની ધમકી આપી

આ પહેલા ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, એવી ઘણી બાબતો છે જે અમે કરી શકીએ છે, અમે તેની સાથેના બધા સંબંધો તોડી શકીએ છીએ. પાછલા ઘણાં અઠવાડિયાથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની સામે કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે. સાંસદો અને વિચારકોનું કહેવું છે કે, ચીનની નિષ્ક્રિયતાને કારણે વુહાનથી દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાલમાં વાત કરવા માગતા નથી. ટ્રમ્પે કહ્યું કે, ચીને તેમને નિરાશ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp