10 મહિનામાં 10 હજાર થયા 10 લાખ, આ ક્રિપ્ટો કરન્સીમાં પૈસા લગાવનારા થયા માલામાલ

PC: howtogeek.com

Bitcoinએ ફરી એક વખતે 62 હજાર ડૉલરનો આંકડો પાર કર્યો છે. હવે બિટકોઇન અને બીજા ઓલ ટાઈમ હાઇ (ATH) પર છે. બિટકોઇનના વધવાથી ક્રિપ્ટો કરન્સીનું સંપૂર્ણ માર્કેટ હવે 2.50 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે એટલે કે ક્રિપ્ટો કરન્સીનું માર્કેટ કેપ ઘણા દેશોની અર્થવ્યવસ્થાથી પણ મોટું બની ગયું છે. કોઇન માર્કેટ કેપના આંકડાઓ મુજબ બિટકોઇન અત્યારે 62 હજાર ડૉલરની સીરિઝમાં ટ્રેન્ડ કરી રહ્યા છે એટલે કે બિટકોઇન અત્યારે Bullish મોડમાં છે.

જોકે બાકી Alt Coin માર્કેટ કેપમાં ઉતાર ચડાવ બનેલો છે પરંતુ છેલ્લા એક વર્ષની અંદર Alt Coinએ લોકોને મોટો નફો આપ્યો છે. કેટલાક ક્રિપ્ટો કરન્સીમાં આ વર્ષે જાન્યુઆરોથી ઓક્ટોબર વચ્ચે શાનદાર વધારો જોવા મળ્યો છે. Shiba Inuમાં ઘણા લાખ ગણો ઉછાળો આવ્યો છે. તો બે અન્ય Solana અને Polygonએ પણ લોકોને માલામાલ કરી દીધા છે. કોઈએ 10 મહિના પહેલા Solana અને Plygonમાં 10 હજાર રૂપિયા લગાવ્યા હોત તો આજે તે લગભગ 10 લાખ રૂપિયા રહેતા. Watcher.Guruના રિપોર્ટ મુજબ જો વર્ષ 2021ની શરૂઆતમાં કોઈએ Alt Coinમા 1000 ડૉલર (લગભગ 70 હજાર) રૂપિયાનું રોકાણ કર્યું હોત તો જબરદસ્ત નફો મળતો.

Shiba Inuમાં જ કોઈએ 1000 ડૉલરનું રોકાણ કર્યું હોત તો આજે 32.80 કરોડ ડૉલર (2470 કરોડ રૂપપીય) બની ગયા હોત. Watcher.Guruના રિપોર્ટ મુજબ જો કોઈએ Solana Coinમાં 1000 ડૉલર લગાવ્યા હોત તો આજે 1.06 લાખ ડોલર (લગભગ 80 લાખ રૂપિયા), Polygonમા તો 87 હજાર ડૉલર (65 લાખ રૂપિયા), Doge Coinમાં 49 હજાર ડૉલર (લગભગ 37 લાખ રૂપિયા), BNBમાં 12.6 હજાર ડૉલર (લગભગ 9.48 લાખ રૂપિયા) થઈ ગયા હોત.

એ સિવાય તમારા 1000 ડૉલર Cardanoમાં 12,000 ડૉલર (9 લાખ રૂપિયા), Vechainમાં 6666 ડૉલર (5 લાખ રૂપિયા), Ethereumમાં 5180 ડૉલર (3.90 લાખ રૂપિયા) અને XRPમાં 5000 ડૉલર (3.70 લાખ રૂપિયા) થઈ ગયા હોત. આ વર્ષે ક્રિપ્ટો કરન્સીના માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. ક્રિપ્ટો કરન્સીનું માર્કેટ આજના સમયમાં 2.5 ટ્રિલિયન ડૉલરનું થઈ ગયું છે. જો રૂપિયામાં વાત કરીએ તો તે 188.06 ટ્રિલિયન થાય છે. Coinmarketcapના રિપોર્ટ મુજબ અત્યાર સુધી માર્કેટમાં 12 હજારથી વધારે Coin કે Token છે. જેમાં ટ્રેડિંગ કરવામાં આવી રહ્યું છે. લગભગ 400 એક્સચેન્જ પર તે ટ્રેડિંગ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp