ભારતની આ કંપનીનો સ્ટોક વિશ્વનો બીજો સૌથી લોકપ્રિય સ્ટોક, અલીબાબા પહેલા ક્રમે

PC: zeebiz.com

ભારતની દિગ્ગજ પ્રાઈવેટ સેક્ટરની બેંક હાલ દુનિયાનો બીજા નંબરનો સૌથી લોકપ્રિય સ્ટોક બની ગયો છે, જેનું નામ છે ICICI. પહેલા નંબર પર ઈ-કોમર્સ દિગ્ગજ Alibaba છે. 59 વિશ્લેષકોએ ICICI બેંકને ટ્રેક કરી અને અત્યારથી જ તેને ખરીદવાની સલાહ આપી છે. જ્યારે બીજી તરફ 64 નિશેષજ્ઞોએ Alibabaને ટ્રેક કરી છે, જેમાંથી 63એ તેને ખરીદવાની સલાહ આપી છે, જ્યારે 1એ હજુ હોલ્ડ પર રહેવા માટે કહ્યું છે. વાત જો કમાણીની કરીએ તો ICICI બેંકે છેલ્લાં 10 વર્ષોમાં શાનદાર પ્રદર્શન બતાવ્યું છે. બેંકે જુલાઈ, 2010થી જુલાઈ 2020ની વચ્ચે નિવેશકોને 8.70 ટકાનું વાર્ષિક રિટર્ન આપ્યું છે. જ્યારે આ દરમિયાન સેન્સેક્સમાં 7.8 ટકાનો વધારો થયો છે.

વાત જો માત્ર ભારતની કરીએ તો અહીંની બેંકોમાં કોટક મહિન્દ્રા બેંકે સૌથી વધુ 21.61 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે HDFC બેંકે 18.48 ટકાનું રિટર્ન આપ્યું છે, સિટી યૂનિયન બેંકે 16.40 ટકાનું રિટર્ન આપ્યું છે અને ઈન્ડસઈન્ડ બેંકે 9.63 ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લાં 10 વર્ષોમાં વાર્ષિક દર પ્રમાણે ભારતીય સ્ટેટ બેંકમાં 2.25 ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે એક્સિસ બેંકનો સ્ટોક 4.88 ટકા વધ્યો છે અને ધ ફેડરલ બેંકનો સ્ટોક પણ પણ જુલાઈ 2010થી અત્યારસુધી 5.30 ટકા જેટલો વધ્યો છે.

આશરે 57 વિશ્લેષકોએ એક્સિસ બેંક અને ઈન્ડસઈન્ડ બેંકને ટ્રેક કરી છે, જેમાંથી 44એ એક્સિસ બેંક અને 35 એ ઈન્ડઈન્ડ બેંકના સ્ટોક ખરીદવાની સલાહ આપી છે. જ્યારે બીજી તરફ HDFC બેંકને ટ્રેક કરનારા 56 વિશ્લેષકોમાંથી 51 વિશ્લેષકોએ તેનો સ્ટોક ખરીદવાની સલાહ આપી છે, જ્યારે એક વિશ્લેષકે તેના સ્ટોકને વેચવાનું કહ્યું છે, જ્યારે 4 વિશ્લેષકોએ તેને હોલ્ડ પર રાખવાનું કહ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, જે આંકડા નીકળ્યા હતા, જૂનમાં પૂર્ણ થતા ત્રિમાસિકમાં ICICI બેંક તેના પર ખરી ઉતરી હતી. તેમ છતા તેના વિશ્લેષકોએ આ સ્ટોક ખરીદવાની સલાહ આપી હતી. જણાવી દઈએ કે, જૂન ત્રિમાસિકમાં બેંકને 2599 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો, જે વિશ્લેષકોના પોલથી 3300 કરોડ રૂપિયાના ફિગર કરતા ઓછો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp