એરપોર્ટ પર એકસ્ટ્રા બેગેજ ફી ન ભરવી પડે તે કારણે મહિલાએ કર્યું કઇંક આવું

PC: manoramaonline.com

જો ઈન્ટ૨નેશનલ ટ્રાવેલ ક૨તા હો અને સામાનનું વજન થોડું વધી જાય ત્યારે શું કાઢવું અને શું નહિ એની મૂંઝવણ થતી હોય છે. જો તમે સામાન ન કાઢો તો તમારે વધારાના વજન માટે ફી ચૂકવવી પડે છે. જોકે ફિલિપીન્સની જેલ રોડ્રિગ્સ નામની યુવતી એ૨-ટ્રાવેલ કરી ૨હી હતી ત્યારે તેને એ૨લાઈન સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું કે, કેરી-ઓન લગેજમાં વધુમાં વધુ 7 કિલો લગેજ જ અલાઉડ છે. જયારે તેની બેગમાં 9.5 કિલો વજન હતું અને એ માટે તેણે વધારાના પૈસા ચૂકવવા પડશે.

જેલે વધારાની ફી ભ૨વી નહોતી. પહેલાં તો તેણે બેગની સામે બેસીને ક્યાંય સુધી વિચાર્યું કે આનું વજન કઈ રીતે ઘટાડી શકાય. એ પછી તેને નોખો વિચાર આવી ચઢ્યો. તેણે બેગમાંથી કપડાં કાઢીને પોતાના બોડી પ૨ ચડાવવા માંડયા. ટી-શર્ટ, શોટર્સ, પેન્ટસ બધું જ તેણે પહેરી લીધું અને કેરી-ઓન લગેજનું વજન ઘટાડીને 6.5 કિલો જેટલું કરી નાખ્યું. એ પછી તેણે એ૨પોર્ટ પ૨ જ પોતાની તસવી૨ લીધી અને લખ્યું કે, એક્સેસ બેગેજ ચેલેન્જ એક્સેપ્ટેડ. 9 માંથી 8.5 કિલો બેગનું વજન થઈ ગયું.

જેલની તસવી૨ પણ ફની છે કારણ કે, એક પ૨ એક કપડા ચડાવવાને કા૨ણે ઉપ૨ના કપડાં તો સાવ અધવચ્ચે જ ચડાવ્યા હોય એવાં લાગતા હતા. સોશિયલ મીડિયા પર ગેલની આ તસવીર ખાસ્સી વાયરલ બની રહી છે. તેની આ તસવીર 20 હજારથી વધુ વાર શેર પણ થઈ. આ ચેલેન્જ અંગે તેણે કહ્યું, મારે વધારે સામાન માટે વધુ પૈસા નહોતા ચૂકવવા. કારણ કે તે માત્ર 2 કિલો જ વધારે હતો. જોકે, ફરીવાર હું આ રીતનો અખતરો ટ્રાય નહિ કરુ. કારણ કે, ગરમી ખૂબ જ લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp