વિદેશી ટુરિસ્ટ 15 ઓક્ટોબરથી ચાર્ટર્ડ વિમાનથી આવી શકશે ભારત

PC: PIB

ભારતની સ્ટાર રેસલરે ઈતિહાસ રચ્યો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અંશુ મલિક સિલ્વર મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા બનીzકોવિડ-19 મહામારીના કારણે વિદેશી લોકોને અપાયેલા સમસ્ત વીઝા ગત વર્ષે સસ્પેન્ડ કરી દેવાયા હતા. એટલું જ નહીં, કોવિડ-19 મહામારીને ફેલાતી રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર અનેક અન્ય પ્રતિબંધો લગાવી દેવાયા હતા. જો કે, કોવિડ-19ની તાજેતરની સ્થિતિ પર વિચાર કર્યા પછી વિદેશી લોકોને ભારતમાં પ્રવેશ કરવા અને રોકાવા માટે પ્રવાસી વીઝા ઉપરાંત કોઈપણ પ્રકારના અન્ય ભારતીય વીઝા પ્રાપ્ત કરવાની અનુમતિ આપવામાં આવી.

જો કે, વિદેશી પ્રવાસીઓને ભારત આવવાની અનુમતિ આપવા માટે ગૃહ મંત્રાલયને અનેક રાજ્ય સરકારોની સાથે-સાથે પ્રવાસન ક્ષેત્રના વિવિધ હિતધારકોની તરફથી પ્રવાસી વીઝા પણ આપવાનું શરૂ કરવા માટે સતત આવેદન પ્રાપ્ત થઈ રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે તમામ મુખ્ય હિતધારકો જેમકે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, વિદેશ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, પ્રવાસન મંત્રાલય અને એ રાજ્ય સરકારો સાથે પરામર્શ કર્યો જ્યાં વિદેશી પ્રવાસીઓનાં આવવાની આશા છે.

વિવિધ સૂચનો પર ધ્યાન આપ્યા પછી ગૃહ મંત્રાલયે ચાર્ટર્ડ ફ્લાઈટ્સ દ્વારા ભારત આવનારા વિદેશી લોકોને 15 ઓક્ટોબર, 2021થી નવા પ્રવાસી વીઝા આપવાનું શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ચાર્ટર્ડ વિમાનો ઉપરાંત અન્ય ફ્લાઈટ્સથી ભારતમાં પ્રવેશ કરનારા વિદેશી પ્રવાસીઓ આગામી 15 નવેમ્બર, 2021થી નવા પ્રવાસી વીઝા મેળવવામાં સક્ષમ થશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સમયાંતરે નિર્દેશિત કરવામાં આવેલા તમામ કોવિડ-19 પ્રોટોકોલ તેમજ માપદંડોનું પાલન વિદેશી પ્રવાસીઓ, તેમને ભારત લાવનારા વિમાનો અને લેન્ડિંગ સ્ટેશનો પર ઉપસ્થિત અન્ય લોકોએ કરવાનું રહેશે.

આ સાથે જ કોવિડ-19 સાથે સંકળાયેલ વર્તમાન સમગ્ર સ્થિતિને જોતા વીઝા તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર લગાવેલા પ્રતિબંધોમાં વધુ ઢીલ આપી દેવાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp