મલેશિયા બાદ આ દેશમાં પણ વીઝા વગર ફરી શકશે ભારતીયો

PC: racolblegal.com

મલેશિયા બાદ આ દેશે પોતાના દેશમાં પર્યટન ઉદ્યોગને પ્રાત્સાહન આપવાના નવીનતમ પ્રયાસો અંતર્ગત આશરે 50 દેશોના લોકોને આગમન પર એક મહિનાના મફત વીઝા આપશે. ઈસ્ટર સંડેના દિવસે થયેલા હુમલા બાદ ખરાબરીતે પ્રભાવિત થયેલા પર્યટન ઉદ્યોગને ફરી પાટા પર લાવવાના પ્રયાસ અંતર્ગત આ નિર્ણય લીધો છે.

આ હુમલામાં 263 લોકો માર્યા ગયા હતા. પર્યટન મંત્રી જોન અમારાતુંગાએ કહ્યું હતું કે, પર્યટક અથવા વ્યાવસાયિક ઉદ્દેશ્યો માટે આવનારા પ્રવાસીઓને ઓનલાઈન આગમન અથવા આવેદન કરવા પર મફત વીઝા મળશે. આ નિર્ણય પર ગુરુવારથી જ અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે અને 6 મહિના સુધી તે પ્રભાવી રહેશે. તેમણે કહ્યું હતું કે, સરકારને આ પગલાંથી પર્યટકોની સંખ્યામાં વધારો થવાની આશા છે. જોકે, તેમણે કહ્યું કે જો આ પગલાંથી ફાયદો ન થયો તો આ કાર્યક્રમને સ્થગિત કરી દેવામાં આવશે.

શ્રીલંકા ઉપરાંત 2020ના આખા વર્ષ દરમિયાન મલેશિયા ફરવા માટે જતા ભારતનો પાસપોર્ટ ધરાવતા પ્રવાસીઓને 15 દિવસ માટે વીઝા ફ્રી ટ્રાવેલની જાહેરાત કરી છે. આ સમાચાર ન્યુ પાસપોર્ટ ઓર્ડરમાં આપવામાં આવ્યા છે, જે 26 ડિસેમ્બરે છપાયેલા ફેડરલ ગવર્નમેન્ટ ગેજેટમાં છાપવામાં આવ્યા છે.

નવા ઓર્ડર અનુસાર, ભારતીય પાસપોર્ટ ધરાવતા પ્રવાસીઓને મલેશિયા ફરવા જવા માટે વીઝાની ઝંઝટમાંથી મુક્તિ આપવામાં આવી છે. ભારતીય પ્રવાસીઓ માત્ર ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ રજિસ્ટ્રેશન એન્ડ ઈન્ફોર્મેશન (eNTRI) સિસ્ટમમાં પોતાની નોંધણી કરાવવાની રહેશે. આ અંગે મલિશિયા મિનિસ્ટ્રીએ જમાવ્યું હતું કે, વીઝા વિના eNTRI દ્વારા એન્ટ્રી એ વીઝા ઓન અરાયવલ કરતા એક આગળનું પગલું છે.

આ અંગે ટ્રાવેલર પોતે જ રજિસ્ટ્રેશન પણ કરાવી શકે છે અથવા ટ્રાવેલ એજન્સીની મદદથી પણ તેઓ ભારતમાં આવેલી અને મલેશિયન મિશનની રજિસ્ટર્ડ ઓફિસમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ ફ્રી વીઝાની શરૂઆત 1, જાન્યુઆરી 2020થી કરવામાં આવે છે અને 31 ડિસેમ્બર, 2020 સુધી લાગુ રહેશે.

એક વખત રજિસ્ટ્રેશન કરાવનાર પ્રવાસી રજિસ્ટ્રેશનના 3 મહિનાની અંદર મલેશિયામાં ટ્રાવેલ કરી શકે છે. રજિસ્ટ્રેશનના 3 મહિના બાદ ફરવા જનારા વ્યક્તિના વીઝાને માત્ર 15 દિવસ પૂરતા લિમિટેડ કરી દેવામાં આવશે અને ત્યારબાદ તે સમય મર્યાદાને વધારી પણ નહીં શકાશે. આ ઓર્ડરમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, મલેશિયા છોડ્યાના 45 દિવસ બાદ ટૂરિસ્ટ ફરી વીઝા ફ્રી ટ્રાવેલ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. એટલું જ નહીં, પરંતુ મલેશિયા ફરવા જનારા વ્યક્તિ પાસે ભારત પરત જવાની અથવા અન્ય કોઈ દેશમાં જવાની એર ટિકિટ હોવી ફરજિયાત છે.

મલેશિયા સરકારે છેલ્લાં કેટલાક સમયાં ભારત અને ચીનમાંથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં થયેલા વધારાને કારણે આ નિર્ણય લીધો છે અને તેના માધ્યમથી તેઓ પ્રવાસનને પ્રોત્સાહન આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp