આ બે દેશોના પાસપોર્ટ છે સૌથી પાવરફૂલ, જાણો ભારતનું રેન્કિંગ

PC: cnn.com

હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ દ્વારા દુનિયાના સૌથી ટ્રાવેલ-ફ્રેન્ડલી પાસપોર્ટ્સનું લિસ્ટ દર વર્ષે જાહેર કરવામાં આવે છે. હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સમાં સતત ત્રીજા વર્ષે જાપાને ટોપ પોઝિશન મેળવી છે. આ લિસ્ટમાં ભારતના ઘણા પાડોશી દેશોનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. તેમજ ભારત પણ છ સ્થાન નીચે આવી ગયુ છે. જાપાન અને સિંગાપોર આ વર્ષની યાદીમાં સૌથી ઉપર છે. જાપાન અને સિંગાપોરના પાસપોર્ટ ધારકોને 192 દેશોમાં વિઝા-મુક્ત યાત્રા કરવાની પરવાનગી છે. તેમજ, આ લિસ્ટમાં દક્ષિણ કોરિયા અને જર્મની બીજા નંબર પર આવ્યા છે. ગત વર્ષે ભારતનો આ લિસ્ટમાં 84મો રેન્ક હતો. જોકે, આ વર્ષે ભારત છ સ્થાન નીચે આવી ગયુ છે અને આ લિસ્ટમાં 90મો રેન્ક મેળવ્યો છે. ભારતના નાગરિક 58 દેશોમાં વિઝા ફ્રી યાત્રા કરી શકે છે. ભારત, તજાકિસ્તાન અને બુર્કિના ફાસોને આ લિસ્ટમાં 90મો રેન્ક મળ્યો છે. આ લિસ્ટમાં ભારતના પાડોશી દેશો એટલે કે શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળને દુનિયાના સૌથી નબળા પાસપોર્ટ્સના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં પાકિસ્તાન માત્ર સીરિયા, ઈરાક અને અફઘાનિસ્તાન જેવા દેશો કરતા સારું પ્રદર્શન કરી શક્યું છે.

હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ એવા સમયે આવ્યો છે, જ્યારે દુનિયાભરમાં ઘણા દેશો કોરોના કાળ સામે ઝઝૂમ્યા બાદ પોતાના આંતરરાષ્ટ્રીય પર્યટકો માટે યાત્રા નિયમોમાં ઢીલ આપી રહ્યા છે. આ લિસ્ટનો આધાર વિઝા ફ્રીને લઈને બનાવવામાં આવ્યો છે. એટલે કે કોઈ દેશનો નાગરિક દુનિયાના કેટલા દેશોમાં વિઝા ફ્રી યાત્રા કરી શકે છે. આ આધાર પર આ લિસ્ટ બનાવવામાં આવે છે. આ રેન્કિંગ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા આંકડાઓના વિશ્લેષણ પર આધારિત છે.

આ ફર્મના ક્યૂફોર ગ્લોબલ મોબિલિટી રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, કોરોના મહામારીને પગલે ગ્લોબલ સ્તર પર મુવમેન્ટનું અંતર ઘણુ વધી ચુક્યુ છે અને તે સતત વધી રહ્યું છે. ગ્લોબલ સાઉથના ઘણા દેશોએ પોતાની અર્થવ્યવસ્થાઓને પુનર્જીવિત કરવા માટે પોતાની બોર્ડર પર ઢીલ આપી છે. જોકે, ગ્લોબલ નોર્થના દેશોએ આ પ્રકારની પહેલ પર વધુ ઉત્સાહ નથી દર્શાવ્યો અને કોરોનાને પગલે યાત્રાઓને લઈને કડક વલણ અપનાવ્યું છે. હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સમાં ખૂબ જ નીચે રેન્કિંગ મેળવનારા દેશોના લોકો ફુલ વેક્સીનેશન કરાવવા છતા ઘણા વિકસિત દેશોમાં એન્ટ્રી માટે સંઘર્ષ કરી રહ્યા છે.

દુનિયાના 10 સૌથી પાવરફુલ પાસપોર્ટ

  1. જાપાન, સિંગાપોર (સ્કોરઃ 192)
  2. જર્મની, દક્ષિણ કોરિયા (સ્કોરઃ 190)
  3. ફિનલેન્ડ, ઈટાલી, લક્ઝમબર્ગ, સ્પેન (સ્કોરઃ 189)
  4. ઓસ્ટ્રિયા, ડેનમાર્ક (સ્કોર, 188)
  5. ફ્રાન્સ, આયરલેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્વીડન (સ્કોરઃ 187)
  6. બેલ્જિયમ, ન્યૂઝીલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ (સ્કોરઃ 186)
  7. ચેક રિપબ્લિક, ગ્રીસ, માલ્ટા, નોર્વે, યુકે, અમેરિકા (સ્કોરઃ 185)
  8. ઓસ્ટ્રેલિયા, કેનેડા (સ્કોરઃ 184)
  9. હંગેરી (સ્કોરઃ 183)
  10. લિથુઆનિયા, પોલેન્ડ, સ્લોવાકિયા (સ્કોરઃ 182)

દુનિયાના 10 સૌથી નબળા પાસપોર્ટ

  1. ઈરાન, લેબનાન, શ્રીલંકા, સૂડાન (સ્કોરઃ 41)
  2. બાંગ્લાદેશ, કોસોવો, લીબિયા (સ્કોરઃ 40)
  3. ઉત્તર કોરિયા (સ્કોરઃ 39)
  4. નેપાળ, ફિલીસ્તાન (સ્કોરઃ 37)
  5. સોમાલિયા (સ્કોરઃ 34)
  6. યમન (સ્કોરઃ33)
  7. પાકિસ્તાન (સ્કોરઃ 31)
  8. સીરિયા (સ્કોરઃ 29)
  9. ઈરાક (સ્કોરઃ 28)
  10. અફઘાનિસ્તાન (સ્કોરઃ 26)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp