ટુરિઝમ બૂસ્ટ કરવા આ દેશ પોતાના દેશમાં આવનારા પ્રવાસીઓને પૈસા આપશે

PC: manofmany.com

સમગ્ર દુનિયામાં કોરોનાને કારણે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી ઠપ્પ પડી છે. લાખોની સંખ્યામાં લોકો ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા છે, અને બેરોજગાર થઇ રહ્યા છે. જાપાન પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતો દેશ છે અને તેને લેન્ડ ઓફ ધ રાઈઝિંગ સનના નામથી પણ ઓળખવામાં આવે છે. કોરોના વાયરસ મહામારી બાદ જે લોકો જાપાન જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, તેમના માટે એક સારા સમાચાર આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, કોરોના વાયરસ મહામારી બાદ જો તમે જાપાન ફરવા જશો તો અડધા પૈસા ત્યાંની સરકાર આપશે. જણાવી દઈએ કે, જાપાને કોરોના વાયરસ પર ઘણી હદ સુધી કાબૂ રાખવામાં સફળતા હાંસલ કરી છે.

ઈટલીમાં ગત મહિને સિસલીએ જાહેરાત કરી હતી કે, કોરોના વાયરસ મહામારી બાદ ફરવા માટે આવનારા પર્યટકોની એરલાઈન ટિકિટના અડધા પૈસા તેઓ આપશે. સાથે જ જો તમે હોટેલમાં ત્રણ દિવસ રહો, તો એક દિવસનું બિલ પણ સિસલીની સરકાર આપશે. હવે જાપાન પણ પર્યટકોને લલચાવવા માટે આ પ્રકારનો પ્રસ્તાવ આપી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ અઠવાડિયું જાપાન ટુરિઝમ એજન્સીએ પર્યટકોના બજેટનો થોડો હિસ્સો પોતે ઉઠાવવાની જાહેરાત કરી. જોકે, હજુ તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં નથી આવી.

રિપોર્ટ અનુસાર, આ યોજના માત્ર ઘરેલૂં પર્યટકો પર લાગુ થશે. કેટલાક લોકોનું કહેવું છે કે, જાપાનમાંથી ટ્રાવેલ બેન હટાવાયા બાદ ઈટલીની જેમ જ આંતરરાષ્ટ્રીય પર્યટકોને પણ પેકેજમાં રાહત આપવામાં આવી શકે છે. એક અનુમાન અનુસાર, આ યોજના પર જાપાને કુલ 12.5 અબજ ડૉલરનો ખર્ચ આવશે. માનવામાં આવી રહ્યું છે કે, જુલાઈ 2020થી તેને લાગૂ કરવામાં આવી શકે છે, પરંતુ આ બધુ જ ટ્રાવેલ બેન હટ્યા બાદ લાગુ થશે.

જાપાને ઘણી હદ સુધી કોરોના વાયરસને કાબૂમાં રાખવામાં સફળતા મેળવી છે. અહીં અત્યારસુધીમાં સંક્રમણના 16433 મામલા સામે આવ્યા છે અને 784 લોકોના મોત થયા છે. પરંતુ ઘણા પ્રકારના પ્રતિબંધોને કારણે અર્થવ્યવસ્થા અને પર્યટન ઉદ્યોગને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. તેની ભરપાઈ માટે જાપાન તરફથી આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. જાપાન દુનિયાનો ચોથો સૌથી મોટો દ્વીપક્ષીય દેશ છે અને જેમાં આશરે 6852 દ્વીપ સામેલ છે. જાપાનના બે-તૃતિયાંશ વિસ્તાર પર મનોરમ પહોડો ફેલાયેલા છે, જ્યાં ઘણા ગરમ પાણીના ઝરણા પણ આવેલા છે. તેમજ પ્લેનમાંથી જાપાન અત્યાધિક સુંદર દેખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp