બુદ્ધિસ્ટ પર્યટનને પ્રમોટ કરવા ગુજરાત સહિત 5 રાજ્યોની 325 કરોડની યોજનાને મંજૂરી

PC: PIB

સરકારે જણાવ્યું હતું કે, પર્યટન મંત્રાલયે ઉદ્યોગના હિતધારકો સાથે સહભાગિતાની સાથે, ખાસ કરીને દેશમાં કોવિડની સ્થિતિમાં નાટ્યાત્મક સુધારો અને રસીકરણના લક્ષ્યાંકો હાંસલ થયા બાદ આક્રમક રીતે પર્યટનને ઉત્તેજનની શરૂઆત કરી છે. ભારતમાં પર્યટન ક્ષેત્રના એકંદર વિકાસ અને વૃદ્ધિમાં વિદેશી અને ઘરેલુ પર્યટન બન્ને મહત્વની ભૂમિકા અદા કરે છે. બુદ્ધિસ્ટ પર્યટન એ એક મુખ્ય કેન્દ્રીત બાબત છે જે ભારતે એની પર્યટનની ઘણી વિવિધતાઓમાંની એક તરીકે રજૂ કરવાની છે. પર્યટન મંત્રાલય પર્યટનના ઉત્તેજન માટે વિવિધ પ્રોત્સાહિત પ્રવૃત્તિઓ હાથ ધરે છે અને આ પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ પર્યટન સ્થળો, આકર્ષણો અને વસ્તુઓ વિશે જાગરૂકતા વધારવાનો રહેલો છે.

બુદ્ધિસ્ટ પર્યટનની સંભાવનાઓનો લાભ લેવા પર્યટન મંત્રાલયે એક બુદ્ધિસ્ટ સર્કિટ ફેમ ટૂર અને કૉન્ફરન્સનું આયોજન કર્યું છે જે 4થી ઑક્ટોબર-8મી ઑક્ટોબર 2021 દરમિયાન યોજાશે. આ ફેમ પ્રવાસ બોધગયા અને વારાણસી ખાતે અગ્રણી બૌદ્ધ સ્થળોની મુલાકાત અને પરિષદોને આવરી લેશે. આ કાર્યક્રમમાં ટૂર સંચાલકો, હોટેલ માલિકો, મીડિયા અને પર્યટન મંત્રાલય તેમજ રાજ્ય સરકારોના અધિકારીઓ સહિત આશરે 125 પ્રતિનિધિઓ હાજર રહેવાની અપેક્ષા છે. આ ઉપરાંત, આશરે 100 જેટલાં સ્થાનિક ટૂર સંચાલકો અને પર્યટન તેમજ આતિથ્ય સત્કાર (હૉસ્પિટૅલિટી) ક્ષેત્રના અન્ય હિતધારકો બોધગયા અને વારાણસી ખાતેના કાર્યક્રમમાં હાજર રહેવાના છે અને આ સર્કિટમાં પર્યટનના વિકાસ અને પ્રોત્સાહનને લગતા મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવાના છે.

ભારત ઇતિહાસ, સંસ્કૃતિ, ફિલસૂફી, વારસા અને ધર્મના વિશ્વના સૌથી મોટા કેન્દ્રોમાંનું એક છે અને આ ભેગી યાદી દેશને પર્યટન અને યાત્રાઓ માટે સૌથી ઇચ્છિત સ્થળોમાં મૂકે છે. ભારતમાં સમૃદ્ધ પ્રાચીન બુદ્ધિસ્ટ વારસો છે અને ભગવાન બુદ્ધનાં જીવન સાથે સંકળાયેલાં ઘણાં મહત્વનાં સ્થળો ભારતમાં આવેલાં છે. પર્યટનની બાબત તરીકે ભારતમાં બુદ્ધિસ્ટ પર્યટનની અપાર સંભાવના રહેલી છે. વિશ્વભરના બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે ભારતીય બુદ્ધિસ્ટ વારસો મહાન રસની બાબત રહી છે. ભારતની મહાન પરંપરાઓ અને રિવાજો પ્રતિ તે મહત્વની શક્તિ, એક પ્રેરણા અને માર્ગદર્શક રહ્યું છે. ભારતને ‘બુદ્ધની ભૂમિ’ તરીકે આગળ કરી પર્યટન મંત્રાલયે આ પરિબળોનો લાભ લીધો છે.

બૌદ્ધવાદ પ્રાચીન ભારતમાં 2500 વર્ષો કરતા પહેલાં ઉદભવ્યો હતો અને એશિયાભરમાં એનો ફેલાવો થયો હતો. આશરે 50 કરોડ અનુયાયીઓ સાથે વિશ્વની કુલ વસ્તીમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓનું પ્રમાણ 7% છે. બુદ્ધનાં જીવન ચક્રને અનુસરતા પવિત્ર સ્થળોમાં સૌથી અગત્યનું બુદ્ધનું જન્મ સ્થળ લુમ્બિની (નેપાળ), જ્યાં તેમને આત્મજ્ઞાન થયું એ બોધગયા, બોધિજ્ઞાન બાદ એમણે જ્યાં પહેલો ઉપદેશ આપ્યો એ ધર્મચક્રપ્રવર્તન તરીકે પણ જાણીતું સારનાથ, અંતિમ વિદાય કે મહાપરિનિર્વાણ માટે તેમણે પસંદ કર્યું એ કુશિનગર, વિશ્વની સૌથી પહેલી રહેણાંક યુનિવર્સિટીઓમાંની એક અને શિક્ષણનું કેન્દ્રબિંદુ એવી નાલંદા વિદ્યાપીઠ, ગિર્ધા કુટા ખાતે જ્યાં બુદ્ધે ઘણા મહિનાઓ ધ્યાન અને ઉપદેશમાં વીતાવ્યા હતા એ રાજગીર, જ્યાં તેમણે એમના ઘણાં બોધ (સુટ્ટા) શીખવ્યા એ શ્રાવસ્તી અને પોતાનો છેલ્લો બોધ આપ્યો એ વૈશાલી જેવાં ઘણાં નામો છે. બિહાર અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં મંત્રાલય નિમ્ન બૌદ્ધ સ્થળોને આવરી લેવા અને વધુ વિક્સાવવા ધારે છે જેવાં કે બોધગયા, નાલંદા, રાજગીર, વૈશાલી, સારનાથ, શ્રાવસ્તી, કુશીનગર, કૌશંબી, સંકિસા અને કપિલવસ્તુ. આ સ્થળોએ હાલ દેશવ્યાપી વિદેશી પર્યટકો આવે છે એના છ ટકા પર્યટકો આવે છે અને એમાં સારનાથ અને બોધગયામાં સૌથી વધુ વિદેશી પર્યટકો આવે છે.

મંત્રાલયે ચાર સ્તરીય વિકાસ વ્યૂહરચના હાથ ધરી છે જે હવાઇ, રેલ અને માર્ગ કનેક્ટિવિટી સુધારવા, પર્યટન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તેમજ એના પર આધારિત સેવાઓને વધારવા બ્રાન્ડિંગ અને પ્રોત્સાહનને એક કરવા અને સંસ્કૃતિ તેમજ વારસાને પ્રદર્શિત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. સ્વદેશ દર્શન યોજના હેઠળ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત અને આંધ્ર પ્રદેશ રાજ્યોમાં ₹ 325.53 કરોડની પાંચ પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે અને આ મંજૂર પરિયોજનાઓ અમલીકરણના વિવિધ તબક્કે છે. આ ત્રણ પરિયોજનાઓ પર ₹ 44.19 કરોડનાં કામો પ્રસાદ યોજના હેઠળ મંજૂર કરાયા છે ત્યારે; બુદ્ધિસ્ટ માળખાના વિકાસ માટે ₹ 9.5 કરોડની બે પરિયોજનાઓ વારાણસીમાં ધમેક સ્તૂપ ખાતે સાઉન્ડ અને લાઈટ શૉ અને સારનાથ ખાતે બુદ્ધ થીમ પાર્ક પરિપૂર્ણ થઈ છે.

પર્યટન મંત્રાલયની વિવિધ યોજનાઓ હેઠળ પર્યટન સંબંધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ ઉપરાંત, ભારતની અંદર અને વિદેશી બજારોમાં વિવિધ બુદ્ધિસ્ટ સ્થળોને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂકાઇ રહ્યો છે. આના ભાગરૂપે, વિદેશી બજારોમાં ભારતીય પર્યટન કચેરીઓ સંખ્યાબંધ યાત્રા અને પર્યટન મેળાઓ અને પ્રદર્શનોમાં નિયમિત રીતે ભાગ લે છે જેમાં ભારતના બુદ્ધિસ્ટ સ્થળોને ઉત્તેજન આપવામાં આવે છે. વળી, દર વૈકલ્પિક વર્ષે, પર્યટન મંત્રાલય બુદ્ધિસ્ટ કૉન્ક્લેવ પણ આયોજિત કરે છે જેનો હેતુ ભારતને બુદ્ધિસ્ટ સ્થળ તરીકે અને વિશ્વમાં મોટા બજારો તરીકે ઉત્તેજન આપવાનો હોય છે. આગામી આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ કૉન્ક્લેવ 17મીથી 21મી નવેમ્બર 2021 દરમિયાન નિર્ધારિત કરાયો છે. મંત્રાલયે અત્યારે અમલમાં છે એવા બ્રાન્ડિંગ અને પ્રોત્સાહન હેઠળ બહુવિધ પરિયોજનાઓ હાથ ધરી છે જેમાં રાષ્ટ્રીય સંગ્રહાલય ખાતે જીવંત વર્ચ્યુઅલ પ્રદર્શન, વૅબ પોર્ટલ, વાર્ષિક કાર્યક્રમોનું કૅલેન્ડર, સોશિયલ મીડિયા માર્કેટિંગ, વિયેટનામ, થાઇલેન્ડ, જાપાન, દક્ષિણ કોરિયા, લંકા વગેરે જેવા મહત્વનાં સ્ત્રોત બજારોમાં અભિયાનોનો સમાવેશ થાય છે.

અતુલ્ય ભારતની વેબસાઇટ પર પર્યટન મંત્રાલયે બુદ્ધિસ્ટ સ્થળોને પ્રદર્શિત કર્તા છે અને એક સમર્પિત વૅબ સાઇટ www.indiathelandofbuddha.in પણ વિકસાવી છે. આ વૅબસાઇટનો હેતુ ભારતમાં સમૃદ્ધ બુદ્ધિસ્ટ વારસાને પ્રોત્સાહન અને નિર્દિષ્ટ કરવાનો તેમજ સમગ્ર દેશમાં બુદ્ધે જાતે મુલાકાત લીધેલા મુખ્ય સ્થળોને ઉજાગર કરવાનો અને આધુનિક મઠો સહિત તેમના અનુયાયીઓ છોડી ગયેલા બુદ્ધિસ્ટ વારસાને ઉજાગર કરવાનો છે. આ વૅબસાઇટને વધારે ઇન્ટરએક્ટિવ બનાવવા એમાં ઘણી ઉપયોગી વિશેષતાઓ છે અને વૅબસાઇટની મુલાકાત લેતા પ્રવાસીઓને ગાઢ જોડાણ પૂરું પાડે છે. આ વૅબસાઇટનો હેતુ ભારતમાં બુદ્ધિસ્ટ વારસાને પ્રદર્શિત અને આગળ કરવાનો તેમજ દેશમાં બુદ્ધિસ્ટ સ્થળોએ પર્યટનને ઉતેજન આપવાનો અને બૌદ્ધવાદમાં રસ ધરાવતા દેશો અને સમુદાયો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવાનો છે. આ વૅબસાઇટ મુલાકાતીઓને બુદ્ધિસ્ટ વારસા વિશે શીખવાનો સરળ માર્ગ પૂરો પાડે છે અને પર્યટકને એની પસંદગીના આધારે માહિતી શોધવાની છૂટ આપે છે. આ વૅબસાઈટ ઇન્ટરએક્ટિવ છે અને બૌદ્ધવાદ, બુદ્ધનાં પાદ ચિહ્ન, બુદ્ધિસ્ટ વારસા, મઠો અને અન્ય ઘણાં વિશે વધુ સારી માહિતી પૂરી પાડે છે.

મંત્રાલયે ક્ષમતા નિર્માણ માટે પણ પરિયોજનાઓ પર કાર્ય કર્યું છે જેમાં થાઇ, જાપાનીઝ, વિયેટનામીઝ અને ચાઇનીઝ ભાષાઓમાં ભાષા અનુવાદકો તાલીમનો સમાવેશ થાય છે. આ ભાષાઓમાં 2018થી 2020 વચ્ચે 525 લોકોને તાલીમ અપાઇ છે અને 2020 અને 2023 વચ્ચે વધુ 600 લોકોને તાલીમ અપાશે. આ ખાસ એટલા માટે મહત્વનું છે કેમ કે બુદ્ધવાદની શાખાઓ એશિયાના મોટા ભાગમાં વિસ્તરી છે અને વિશ્વના 97 ટકા બૌદ્ધવાદીઓ એકલા પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં કેન્દ્રીત છે. એટલે આ પ્રવાસીઓ સાથે ભાષાકીય જોડાણ વિક્સાવવાનું અગત્યનું છે. ધર્મનાં પ્રાચીન મૂળ અને આધુનિક ડિજિટલ ટેક્નોલોજીઓ દ્વારા ચાલિત તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર મજબૂત ધ્યાન સાથે નૂતન ભારતની ભાવના, એમ બન્નેને પ્રદર્શિત કરવા માટે મંત્રાલય પર્યટનનો ઉપયોગ કરવાનો વધુ ઉદ્દેશ ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp