દેશમાં હોટેલ્સ તો શરૂ થઈ ગઈ પરંતુ બદલાઈ ગઈ સ્ટાઈલ, જાણી લો શું આવ્યા બદલાવો

PC: businessworld.in

દેશમાં કોરોના વાયરસને કારણે લાગુ કરેલા લોકડાઉન બાદ હવે અનલોકની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અનલોક થયા બાદ જરૂરી સાવચેતી સાથે અનેક પાસાઓ પરથી વ્યાપાર વ્યવસાયની ગાડી ફરી વેગ પકડી રહી છે. પરંતુ, હવે એક નવી ફોર્મેટ અને શૈલી હોટેલ્સ ક્ષેત્રમાં જોવા મળી રહી છે. એન્ટ્રી પોઈન્ટથી લઈને રૂમ સુધી એક ખાસ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. સામાનથી લઈને જમવાના મેનુ સુધી એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

દેશભરમાં 3 સ્ટાર અને 5 સ્ટાર હોટેલ્સ શરૂ થઈ ચુકી છે. પણ હોટેલ્સમાં સ્ટાફ મર્યાદિત છે. અત્યારે મહેમાનો પણ ઓછા આવી રહ્યા છે. તેથી સર્વિસ પણ ઘટાડી દેવામાં આવી છે. હોટેલની લિફ્ટમાં માત્ર બે જ લોકોને જવાની પરવાનગી છે. આ ઉપરાંત કેટલીક હોટેલે પોતાને ત્યાં માસ્ક અને સેનિટાઈઝરની પણ વ્યવસ્થા કરી છે. 5 સ્ટાર હોટેલ્સ ચેઈનના મેનેજરે જણાવ્યું હતું કે, હજું જમવા માટેના કોઈ બુફે શરૂ કર્યા નથી. લંચ, બ્રેકફાસ્ટ તથા ડીનર સુધીના મિલ જે-તે મહેમાનના રૂમમાં આપીએ છીએ. રેસ્ટોરાં માત્ર જમવાનું તૈયાર કરવા માટે જ ખુલે છે. હજુ સુધી કોઈ મોટી ઈવેન્ટ પણ શરૂ કરી નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ છીએ અને સેનિટાઈઝરની ખાસ વ્યવસ્થા કરી છે. ટેબલની સંખ્યા પણ ઓછી કરી છે. સ્ટાફને પણ સુરક્ષા હેતુ ગ્લવ્ઝ, ફેસ શિલ્ડ, સેનિટાઈઝર તથા માસ્ક આપવામાં આવ્યા છે.

ગેસ્ટના સામાનને પણ સેનિટાઈઝ કરવામાં આવી રહ્યો છે. મહેમાન આવે ત્યારે સિક્યોરિટી જ તાપમાન ચેક કરે છે. ત્યારબાદ હાથ સેનિટાઈઝ કરાવવામાં આવે છે. મોટી હોટેલ્સમાં પૂલ સાઈડ એરિયા, સ્પા, પાર્ટી હોલ તથા પ્લે એરિયા શરૂ કર્યા નથી. આ તમામ વિભાગ સંપૂર્ણ રીતે બંધ છે. ફૂડ માટેની ડિશને પણ સંપૂર્ણ રીતે પેક્ડ કરી મહેમાનોને આપવામાં આવે છે. આ ઉપરાંત, મેનુ કાર્ડના બદલે ઓનલાઈન મેનુ તથા ટેબ પર મેનુ આપીએ છીએ. કેશ કાઉન્ટર પર વચ્ચે કાચ મુકાયા છે. મહેમાનોને પણ ઓનલાઈન પેમેન્ટ કરવા સલાહ કરવામાં આવે છે. હાલ સમય થોડો મંદીનો હોવાથી અનેક હોટેલ્સ પોતાને ત્યાં કોઈક ને કોઈક ડિસ્કાઉન્ટ તથા સર્વિસ ઓફર્સ આપી રહી છે.

આ પ્રકારના ફેરફાર થયા
- જમવા માટે બુફે કે સેલ્ફ સર્વિસ બંધ છે, એના બદલે રૂમમાં જ ફૂડ પેક્ડ કરી આપવામાં આવે છે.
- સ્પા, સ્વિમિંગ પૂલ તથા પ્લે એરિયા બંધ છે. દરેક મહેમાનના ચેક આઉટ બાદ રૂમ સેનિટાઈઝ કરાય છે.
- પ્રવાસીઓનો સામાન સેનિટાઈઝ થયા બાદ જ અંદર લઈ જવા દેવામાં આવે છે.
- પ્રવાસીઓના રૂમમાં પણ સેનિટાઈઝર અને માસ્ક રાખવામાં આવ્યા છે.
- પેમેન્ટ કેશમાં લેવાને બદલે ઓનલાઈન કરી દેવા અપીલ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp