31 ડિસેમ્બરના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા જવાના હોવ તો આ ખાસ વાંચજો

PC: dnaindia.com

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરવા માટે લોકોનું મનપસંદ સ્થાન બની ગયું છે. મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઇ રહ્યા છે. દિન પ્રતિદિન પર્યટકોની સંખ્યામાં વધારો થતો જાય છે. પર્યટકો વધારે આનંદ લઇ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ ઘણા પર્યટક સ્થળોનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થળ પર પર્યટકોની સંખ્યા 32 લાખ પહોંચી ગઈ છે અને હવે વર્ષના અંતિમ દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. વર્ષના અંતિમ દિવસ એટલે કે, 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો કેવડીયા આવવાના હોવાથી આસપાસના રિસોર્ટ અને હોટેલોમાં પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થળ પર મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેવા માટે આવતા હોવાના કારણે છેલ્લા ચાર દિવસમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 2,31,92,330 રૂપિયાની આવક થઇ છે. નાતાલના કારણે પ્રવાસીઓની સંખ્યા બમણી થઇ ગઈ છે. ઘણા લોકોને વ્યુઇન્ગ ગેલેરીમાં જવાનો મોકો મળતો નથી. છેલ્લા ચાર દિવસના સમયમાં સવા લાખ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે આવ્યા હતા.

પહેલા પ્રવાસીઓની સંખ્યા 10 હજાર નોંધાતી હતી અને હવે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઇને 25થી 30 હજાર થઇ ગઈ છે. આ ઉપરાંત બોગસ ટિકિટ લઇને કોઈ પણ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની અંદર પ્રવેશી શકે તે માટે તમામ લોકોના ફરજીયાત પણે બારકોડ સ્કેન કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની અંદર જવા દેવામાં આવે છે અને તંત્ર દ્વારા બારકોડ સ્કેનર મશીનની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા સાત જેટલા નવા ટિકિટ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રવાસીઓને લાંબી-લાંબી લાઈનમાંથી મુક્તિ મળે તે માટે પાર્કિંગમાંથી ટિકિટ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે, મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેતા હોવાથી ઘણા લોકોને વ્યુઇન્ગ ગેલેરીમાંથી સરદાર સરોવરનો આસપાસનો જોયા વગર જ પરત આવવું પડે છે. હાલ 31 ડિસેમ્બર સુધી વ્યુઇન્ગ ગેલેરીની ટિકિટ બૂક થઇ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp