108 બાળકોના મોત બાદ ખબર પૂછવા આવેલા CM નિતિશ કુમારનો જુઓ કેવો વિરોધ થયો

PC: ANI

બિહારના મુઝફ્ફરપુરમાં એક્યૂટ ઇન્શેફેલાઇટિસ સિન્ડ્રોમ એટલે કે ચમકી તાવને કારણે અત્યારસુધીમાં 108 બાળકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી આ તાવને કારણે હાહાકાર મચેલો છે, ત્યારે છેક આજે રાજ્યના મુખ્યમંત્રી નિતિશ કુમાર હોસ્પિટલમાં ખબર પૂછવા આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ આવેલા નિતિશ કુમારનો લોકોએ ખૂબ વિરોધ કર્યો હતો.

નિતિશ કુમાર જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે લોકોએ નિતિશ ગો બેકના નારા પણ લગાવ્યા હતા. સરકાર એક્શનનો દાવો કરી રહી છે, તો પણ અત્યારે હોસ્પિટલમાં ભરતી થયેલા બાળકોની સંખ્યા વધીને 414 થઇ ગઇ છે. ચમકી તાવથી પીડિત મોટાભાગના દર્દી મુઝફ્ફરપુરની સરકારી શ્રીકૃષ્ણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ અને કેજરીવાલ હોસ્પિટલમાં એડમીટ છે.

અત્યારસુધીમાં શ્રીકૃષ્ણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં 89 બાળકો અને કેજરીવાલ હોસ્પિટલમાં 19 બાળકોના મોત થઇ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધન અને બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેય વિરુદ્ધ પણ બીમારી પહેલા એક્શન ન લેવાના આરોપમાં કેસ નોંધાયો છે. બાળકોના મોત પર માનવાધિકાર આયોગે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ મોકલી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp