સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઓછા બજેટમાં રોકાવા માગતા લોકો માટે આનંદના સમાચાર

PC: assettype.com

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કર્યા પછી અત્યાર સુધી લાખો લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચૂક્યા છે. સ્ટેચ્યૂ યુનિટીને નિહાળવા માટે જતા પર્યટકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તો તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોની સુરક્ષાને લઇને પણ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

હજુ પણ વધારે લોકો આ સ્થળની વધારે મુલાકત લે તે માટે તંત્ર દ્વારા હેલોકોપ્ટર રાઉડ, ટ્રેકિંગ, વોટર રાફટીંગ, બટરફ્લાય પાર્ક જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ આ સ્થળ પર ફરવા જતા લોકોને એક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ મુશ્કેલીએ હતી કે, જે લોકો આ સ્થળ પર જઈને રાત્રી રોકાણ કરવા ઈચ્છતા હોય, તો પણ તે રાત્રી રોકાણ કરી શકતા નથી કેમ કે, આ સ્થળ પર કે તેની આજુબાજુ પર્યટકો માટે રહેવાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી પરંતુ હવે રાત્રી રોકાણ કરવા ઇચ્છતા પર્યટકો માટે ખૂશીના સમાચાર મળી રહ્યા છે.

આ સમાચાર એ છે કે, સ્ટેચ્યૂ યુનિટી નજીક સરકાર દ્વારા ગેસ્ટ હાઉસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હા આ ગેસ્ટ હાઉસ તમામ પર્યટકોને પરવડે તેટલું માટે 500 રૂપિયાથી પણ ઓછું ભાડું હશે. ગેસ્ટ હાઉસની સુવિધાઓ વિષે વાત કરવામાં આવે છે. ટૂંક સમયમાં નિર્માણ પામનાર આ ગેસ્ટ હાઉસનું નામ બજેટ એકોમોડેશન રાખવામાં આવ્યું છે. આ ગેસ્ટહાઉસમાં 350 રૂમ બનાવવામાં આવશે અને દરેક રૂમનું ભાડું 470 રૂપિયા રાખવામાં આવ્યું છે. આ ગેસ્ટહાઉસના તમામ રૂમ નોન AC રૂમ હશે પણ તમામ સુવિધાઓ આ રૂમમાં મળી રહેશે. આ એક ગેસ્ટહાઉસમાં પ્લાન સફળ થયા પછી આ પ્રકારના બીજા ત્રણ આવા ગેસ્ટ હાઉસ બનવાના આવશે. બજેટ એકોમોડેશનમાં ગાર્ડન, વોકિંગ ટ્રેક અને કેન્ટીન સહીતની સુવિધાઓ હશે.

બજેટ એકોમોડેશનનું ટેન્ડરીંગ કરીને BSG ગ્રૂપને 30 વર્ષના ભાડા પેટે આપવામાં આવ્યું છે. આ કંપનીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા પછી તેનું ફરીથી ટેન્ડરીંગ કરવામાં આવશે. આ એક ગેસ્ટહાઉસ પછી બીજા જે ગેસ્ટહાઉસ બનાવવામાં આવશે. તેમાં 50% રૂમ AC બનાવવામાં આવશે અને 50% રૂમ નોન AC બનાવવામાં આવશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ગેસ્ટ હાઉસનું લોકાર્પણ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp