આ દેશમાં ફરવા પર મળશે 13થી 54 હજાર રૂપિયા, સરકારે વિદેશી ટૂરિસ્ટ માટે કાઢી ઓફર

PC: indianexpress.com

કોરોના વાયરસ મહામારીએ આખી દુનિયામાં ટૂરિઝ્મ સેક્ટરને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. ઘણા દેશોમાં પર્યટકોની સંખ્યા અડધાથી ઓછી થઇ ગઇ છે. હવે સંક્રમણ ઓછું થતા જ ફરી ટૂરિઝ્મ ઇન્ડસ્ટ્રીમાં નવો જીવ ફૂંકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ઘણા દેશોએ ટૂરિસ્ટને આકર્ષિત કરવા માટે ખૂબ શાનદાર ઓફર પણ લોન્ચ કરી છે. કંઇક એવું જ તાઇવાને પણ કહ્યું છે. તાઇવાનની સરકારે દેશમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે એક નવા કાર્યક્રમની જાહેરાત કરી છે.

કોરોના મહામારી બાદ તાઇવાને પોતાન ટૂરિઝ્મ ઇન્ડસ્ટ્રીને ફરીથી મજબૂત કરવા માટે નવી ઓફર કાઢી છે. હવે તાઇવાન ફરવા આવનારા લોકોને લગભગ 13 હજાર રૂપિયા આપવામાં આવશે. હાલમાં જ તાઇવાન સરકારે આ પેકેજની જાહેરાત કરી છે. તાઇવાનની ટૂરિઝ્મ ઇન્ડસ્ટ્રી કોરોના મહામારીથી માઠી રીતે પ્રભાવિત થઇ છે. આ નવા કાર્યક્રમ હેઠળ પર્યટકો અને ટૂર બંનેને નાણાકીય પ્રોત્સાહન પ્રદાન કરવામાં આવશે જેથી દેશના ટૂરિઝ્મ ઇન્ડસ્ટ્રીને ફરીથી મજબૂતી મળી શકે.

CNNના એક રિપોર્ટ મુજબ, નવા ટૂરિઝ્મ કાર્યક્રમ હેઠળ તાઇવાન સરકાર 5 લાખ ઇન્ડિવિજુઅલ પર્યટકોને 13,600 રૂપિયાનું હેડઆઉટ આપશે. આ હેડઆઉટનો ઉપયોગ પર્યટક રહેવા, ટ્રાન્સપોર્ટેશન અને બીજા એટવેક પર ખર્ચ કરી શકશે. એટલું જ નહીં, પર્યટકો માટે હેડઆઉટ સિવાય તાઇવાન સરકાર 90 હજાર ટૂર ગ્રૂપને 54,500 રૂપિયા સુધીનું અલાઉન્સ આપશે. પર્યટકને ભથ્થા ડિજિટલ મોડ દ્વારા આપવામાં આવશે. તેઓ અલાઉન્સનો ઉપયોગ પરિવહન, આવાસ અને યાત્રા સંબંધિત અન્ય ખર્ચને કવર કરવા માટે કરી શકે છે.

તાઇવાન સરકાર આ નવી ઓફરથી ડોમેસ્ટિક ટૂરિઝ્મને પ્રોત્સાહન મળવા અને પર્યટન ઉદ્યોગ ફરીથી મજબૂતી મળવાની આશા રાખી રહ્યું છે. સરકારનું કહેવું છે કે આ કાર્યક્રમનું ઉદ્દેશ્ય અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરવા અને પર્યટન ક્ષેત્રમાં રોજગારનું સર્જન કરવાનું પણ છે જે કોરોના મહામારીથી માઠી રીતે પ્રભાવિત થયું છે. તાઇવાનના નેતા ચેન ચિએન ઝેનનું કહેવું છે કે દેશ ઝડપથી પર્યટકોના આંકડા વધારવા પર ફોકસ કરી રહ્યું છે.

વર્ષ 2025 સુધી લગભગ 10 મિલિયન પર્યટકોને આવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તાઇવાનમાં પર્યટન એક મુખ્ય ઉદ્યોગ છે. જે દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપે છે અને રોજગારના અવસર પ્રદાન કરે છે. જો કે, કોરોના મહામારી ટૂરિઝ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે ઘટાડાનું કારણ બની. હવે આ નવા કાર્યક્રમ દ્વારા ટૂરિઝ્મ ઇન્ડસ્ટ્રીને કોરોનાના પ્રભાવથી બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp