શું ફાઇવસ્ટાર જેવા સ્વચ્છ વોશરૂમ ગીરના જંગલમાં મળે? તે પણ સરકારી

PC: Khabarchhe.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન આજે દેશના છેવાડાના ગામે-ગામ સુધી પહોંચ્યું છે. જો તમે વેકેશનના માહોલમાં ગીર જંગલોમા સિંહ દર્શન કરવા માટે જતા હોવ તો તમને જંગલો એકદમ ચોખ્ખા જોવા મળશે. જંગલોમાં ગંદકી અને કચરો ન ફેલાય તે માટે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા હંગામી ધોરણે પ્રવાસીઓ માટે ફાઇસ્ટાર હોટેલ જેવા ટોયલેટ અને જુદી-જુદી જગ્યાએ ડસ્બીનની સુવિધા ઊભી કરાઇ છે.

આ ઉપરાંત જંગલોમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે વનવિભાગ દ્વારા જ્યારે પ્રવાસીઓ સિંહ દર્શન કરવા જાય છે. ત્યારે તેમનો પ્રવેશનો પાસ બનાવવામાં આવે છે. આ પાસ લેતી વખતે પ્રવાસીઓ પાસે રહેલી પ્લાસ્ટિકની પાણીની બોટલ અને ગુટખા કે કચરો ફેલાય તેવી વસ્તુઓ પ્રવાસીઓ પાસેથી લઇ લેવામાં આવે છે. જેથી જંગલોમાં સ્વચ્છતા જળવાઇ રહે. પ્રવાસીઓને અસુવિધા ઊભી ન થાય તે માટે સ્ટીલની બોટલો આપવામાં આવે છે જે જંગોલોમાં ફરો ત્યારે સાથે રાખવાની હોય છે. જે પરત ફરો ત્યારે પાછી આપવાની હોય છે.

પ્રવાસીઓ સિંહ દર્શન સરળતાથી કરી શકે તે માટે વનવિભાગના કર્મચારીઓ જીપ મારફતે જંગોલોમાં ફેરવે છે. સામાન્ય રીતે આપણે સરકારી સુવિધાઓમાં આ પ્રકારની કાળજીની અપેક્ષા રાખતા નથી પરંતુ જો મળ તો આપણને આશ્ચર્ય થાય છે. આવું જ આશ્ચર્ય અમારા એક વાચક યુ.ડી પટેલને થયું. તેમણે આ તસ્વીરો અને ત્યાંની સ્થિતિ અમને મોકલી આપી. જોકે, જે તે સમયે આ સુવિધાઓ ત્યાં હતી. પટેલે કહ્યું કે તેમની અપેક્ષા છે કે આ સુવિધા હમેશાને માટે સતત રાખવામાં આવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp