પર્યટનમંત્રીએ મા બમલેશ્વરી દેવી મંદિરના વિકાસ પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કર્યુ

PC: PIB

કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રહલાદસિંહ પટેલે આજે 02-03-2021ના રોજ નવી દિલ્હીમાં પર્યટન મંત્રાલયની મુખ્ય યોજના પ્રસાદ અંતર્ગત મા બમલેશ્વરી દેવી મંદિર, ડુંગરગ્રહ, છત્તીસગઢનો વિકાસ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી ભૂમિ પૂજન કર્યું હતું. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલ પણ વર્ચ્યુઅલ રીતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં બોલતા પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું હતું કે, મા બામલેશ્વરી દેવી મંદિર, ડુંગરગ્રહનો વિકાસ પ્રોજેક્ટ માટે પ્રવાસન મંત્રાલયે ઓક્ટોબર 2020માં અંદાજે રૂ. 43.33 કરોડ મંજૂર કર્યા હતા.

પ્રહલાદસિંહ પટેલે વધુમાં જણાવ્યું કે આ યોજનામાં ‘યાત્રાધામ પ્રવૃત્તિ કેન્દ્ર' ખાતે યાત્રાધામ માળખાના વિકાસ માટે યંત્ર આકારની આઇકોનિક બિલ્ડિંગ, પગથિયા, શેડ, વોક વે, વિસ્તારમાં રોશની, લેકફ્રન્ટ, અન્ય જાહેર સવલતો સાથે પાર્કિંગ સહિત મા બમલેશ્વરી દેવી મંદિર અને પ્રાગ્યગિરીમાં યાત્રાઓની સુવિધાઓ જેવા કામોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલે આશા વ્યક્ત કરી કે એકવાર આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક અમલમાં મુકાતા તીર્થ સ્થળોની મુલાકાતે આવતા યાત્રિકોના સુખદ અનુભવોમાં ચોક્કસ વધારો થશે.

‘નેશનલ મિશન ઓન પિલગ્રિમેજ રિજુવેશન એન્ડ સ્પિરિચ્યુઅલ, હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઇવ' (PRASHAD)એ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે જે ભારત સરકાર દ્વારા તીર્થયાત્રાઓ અને વારસાગત સ્થળોના સંકલિત વિકાસના ઉદ્દેશ્યથી પ્રવાસન મંત્રાલય દ્વારા વર્ષ 2014-15માં શરુ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ એન્ટ્રી પોઇન્ટ્સ (માર્ગ, રેલ અને જળ પરિવહન), લાસ્ટ માઇલ કનેક્ટિવિટી, માહિતી / અર્થઘટન કેન્દ્રો, એટીએમ / મની એક્સચેંજ જેવી પર્યટન સુવિધા, પરિવહનના ઇકોફ્રેન્ડલી માર્ગ, વિસ્તાર લાઇટિંગ અને નવીનીકરણીય સાથે રોશની ઉર્જા, પાર્કિંગ, પીવાનું પાણી, શૌચાલયો, ક્લોકરૂમ, પ્રતીક્ષાખંડ, પ્રાથમિક સારવાર કેન્દ્રો, હસ્તકળા બજારો / હાટ/ સંભારણાની દુકાનો / કાફેટેરિયા, વરસાદ આશ્રયસ્થાનો, ટેલિકોમ સુવિધાઓ, ઇન્ટરનેટ કનેક્ટિવિટી વગેરે માળખાગત વિકાસ કરવાનો છે.

આધ્યાત્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પ્રસાદ યોજના હેઠળ અત્યાર સુધીમાં 13 પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. પૂર્ણ થયેલા પ્રોજેક્ટમાં સોમનાથ, મથુરા, તમિલનાડુ અને બિહારના પ્રત્યેકના બે પ્રોજેક્ટ અને વારાણસી, ગુરુવાયુર અને અમરાવતી (ગુન્ટૂર), કામખ્યા અને અમૃતસર ખાતેના એક-એક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp